મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં સહભાગી થયા, સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા
પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે પતંગબાજીનો આનંદ માણવાની તક મળતાં ઉપસ્થિત લોકો અને પતંગરસિયાઓ માટે મકરસંક્રાંતિનો ઉત્સવ યાદગાર બની રહ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…