ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે.
ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે.
આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન
અમિત ઠાકર
મહેશ કસવાળા / કૌશિક વેકરીયા
જીતુ વાઘાણી
રિવાબા જાડેજા
જયેશ રાદડિયા
ઉદય કાંગડ
સંજય કોરડીયા
પ્રધયુમન વાજા
અર્જુન મોઢવાડીયા
દર્શિતા શાહ
સંગીતા પાટિલ
આ નેતાના કપાઈ શકે છે પત્તા
કુબેર ડીંડોર
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
બચુ ખાબડ
જગદીશ વિશ્વકર્મા
આ સમિકરણ પર નજર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે જોવાનું રહ્યું કે, ભાવનગર જિલ્લાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પરષોત્તમ સોલંકીની જો મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવે છે તો તેમના ભાઈ અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની મંત્રીમંડળમાં એન્ટ્રી થશે. બીજી તરફ કુંવરજી બાવળિયાના નામને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે, મંત્રીમંડળ માંથી બાદબાકી થઈ શકે છે. આ સાથે જ હર્ષ સંઘવી અને પ્રફુલ પાનશેરીયાનું પણ પ્રમોશન થઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






