ભારતમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલી સફર

ભારતીય રેલ્વે જે વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે, એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા નવી શરૂઆતને લગતી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રેલ્વેની પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027થી પાટા પર દોડતી જોવા મળશે.

પ્રથમ બુલેટ ટ્રેન 2027થી શરૂકયા શહેરો વચ્ચે દોડશે?
રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેને તબક્કાવાર શરૂ કરવામાં આવશે:

– પ્રથમ તબક્કો: સુરત (ગુજરાત) અને બીલીમોરા વચ્ચે સેવામાં શરૂ થશે.

– બીજો તબક્કો: ત્યારબાદ વાપીથી સુરત સુધીનું સેક્શન ખોલાશે.

– અંતિમ લક્ષ્ય: ક્રમશઃ થાણે-અમદાવાદ સેક્શન ઉમેરાશે અને પછી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોર સંપૂર્ણ કાર્યરત થશે.

આ રીતે, ટ્રેનનું ધ્યેય માત્ર મુસાફરીને ઝડપી બનાવવું જ નહીં, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરો વચ્ચે આર્થિક જોડાણને મજબૂત કરવું પણ છે.

બુલેટ ટ્રેન ટિકિટ ભાડું
ટ્રેનના ભાડા અંગે હજુ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ મુંબઈ-અમદાવાદ મુસાફરી: ₹3,000 થી ₹5,000 ની વચ્ચે. સરકારનો પ્રયાસ રહેશે કે ભાડું મધ્યમ વર્ગની પહોંચમાં રહે અને હવાઈ મુસાફરી કરતા સસ્તું હોય. ટિકિટ ભાવ નક્કી કરતી વખતે સમયની બચત અને લક્ઝરી સુવિધાઓને ધ્યાનમાં રાખવામાં આવશે જેથી મુસાફરોના ખિસ્સા પર વધારે ભાર ન પડે.

રેલવે મંત્રીનો આશાવાદ
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “બુલેટ ટ્રેન હવે દૂર નથી. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ ઘટાડશે નહીં, પરંતુ બે મોટા રાજ્યો – ગુજરાત અને મહારાષ્ટ્ર – વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને પણ નવી ગતિ આપશે.”

મંત્રીએ લોકોને તૈયારી કરવા માટે કહ્યું છે કે ભવિષ્યની મુસાફરી વધુ ઝડપી, આરામદાયક અને સુરક્ષિત બનશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…