આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે. આ સાથે જ ગુજરાત રાજ્યનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ
75 લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹842 કરોડની જોગવાઇ. NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹700 કરોડની જોગવાઇ. “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹425 કરોડની જોગવાઇ.
રાજ્યના 8 લાખ અંત્યોદય તથા 24 લાખ બીપીએલ એમ મળી કુલ 32 લાખ લાભાર્થી કુટુંબોને દર માસે રાહતદરે ખાંડના વિતરણ માટે ₹208 કરોડની જોગવાઇ. NFSA તથા NON-NFSA હેઠળનાં BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબ દીઠ ₹100 પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલના વિતરણ માટે ₹117 કરોડની જોગવાઇ.
વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતાં કમિશનમાં વધારો કરીને ₹185 પ્રતિ ક્વિન્ટલ કરવા માટે ₹67 કરોડની જોગવાઇ. 75 લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ 1 કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું ₹1 પ્રતિ કિ.ગ્રા.ના અત્યંત રાહતદરે વિતરણ માટે ₹59 કરોડની જોગવાઇ.
શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ. કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે કુલ 67 જેટલા વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹28 કરોડની જોગવાઇ. NFSA લાભાર્થીઓને અન્ન પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા દિઠ એક વાજબી ભાવની દુકાન પર પ્રાયોગિક ધોરણે “Automatic Grain Dispensing Machine-અન્નપૂર્તિ” કાર્યરત કરવા માટેનું આયોજન.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹2006 કરોડની જોગવાઇ
રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા તથા યુવાનો અને રમતવીરોને પ્રોત્સાહન આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે અને તેમની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તેવા આયોજનો અમારી સરકારે સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે.
રમતગમત ક્ષેત્રે ₹1331 કરોડની જોગવાઇ
અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹500 કરોડની જોગવાઇ. વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹165 કરોડની જોગવાઇ.
અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹101 કરોડની જોગવાઇ. કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹100 કરોડની જોગવાઇ. ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ₹100 કરોડની જોગવાઇ. વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે ₹90 કરોડની જોગવાઇ. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹226૬ કરોડની જોગવાઇરાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે ₹5 કરોડની જોગવાઇ.
ગ્રંથાલયો માટે ₹182 કરોડની જોગવાઇ જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે ₹128 કરોડની જોગવાઇ.4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે. નવરચિત 17 તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી
ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ₹૮ કરોડની જોગવાઇ. નિયામક, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે ₹3 કરોડની જોગવાઇ.માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5600 કરોડની જોગવાઇ. આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઇ.
અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹1633 કરોડની જોગવાઇ. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹774 કરોડની જોગવાઇ. ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹500 કરોડની જોગવાઇ.અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹312 કરોડની જોગવાઇ. વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹200 કરોડની જોગવાઇ. રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹150 કરોડની જોગવાઇ.
વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹138 કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹400 કરોડની જોગવાઇ. મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹40 કરોડની જોગવાઇ. વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹32 કરોડની જોગવાઇ. GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹25 કરોડની જોગવાઇ.
સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹20 કરોડની જોગવાઇ. સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹14 કરોડની જોગવાઇ. ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે ₹10 કરોડની જોગવાઇ. રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹10 કરોડની જોગવાઇ. કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ
રાજ્યની લગભગ 48 %થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹16 હજાર 116 કરોડની જોગવાઇ. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹3354 કરોડની જોગવાઇ.
અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹2217 કરોડની જોગવાઇ.અમૃત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹1900 કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹1420 કરોડની જોગવાઇ. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹800 કરોડની જોગવાઇ.
સ્વચ્છ ભારત મિશન(અર્બન) 2.0 , નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત 2.0 માટે કુલ ₹577 કરોડની જોગવાઇ. શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹350 કરોડની જોગવાઇ. ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત 2.0 અને પિન્ક ટોઇલેટ માટે કુલ ₹329 કરોડની જોગવાઇ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹236 કરોડની જોગવાઇ.
શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે ₹200 કરોડની જોગવાઇ. 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹180 કરોડની જોગવાઇ. ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ ₹150 કરોડની જોગવાઇ.
દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹150 કરોડની જોગવાઇ. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹150 કરોડની જોગવાઇ. લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ ₹147 કરોડની જોગવાઇ.ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹100 કરોડની જોગવાઇ.
SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹100 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે ₹100 કરોડની જોગવાઇ. SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹100 કરોડની જોગવાઇ. શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ ₹100 કરોડની જોગવાઇ.આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ₹100 કરોડની જોગવાઇ.સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે ₹90 કરોડની જોગવાઇ. કેચ ધ રેઇન યોજના માટે ₹80 કરોડની જોગવાઇ.
અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે ₹75 કરોડની જોગવાઇ.24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા ₹50 કરોડની જોગવાઇ.અફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ₹50 કરોડની જોગવાઇ.ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹50 કરોડની જોગવાઇ. નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે ₹45 કરોડની જોગવાઇ. ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹45 કરોડની જોગવાઇ. PM ઈ-બસ યોજના માટે ₹40 કરોડની જોગવાઇ.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹14858 કરોડની જોગવાઇ
ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૫૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં આશરે 1 લાખ 60 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.
“ગુજરાત સ્વચ્છ ગામ”, “સ્વસ્થ ગામ યોજના”, “મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન” તથા “નિર્મળ ગુજરાત ૨.૦”ને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” હેઠળ ₹650 કરોડની જોગવાઇ. સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ ₹267 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઇ.
ગ્રામ્ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ ₹60 કરોડની જોગવાઇ. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ₹50 કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ ₹1755 કરોડની જોગવાઇ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ) (VB-G RAM G) અંતર્ગત કુલ ₹1500 કરોડનું આયોજન.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ 2.0 હેઠળ ₹122 કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) ₹90 કરોડની જોગવાઇ.
400 ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે ₹50 કરોડની જોગવાઇ. મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પુરું પાડવા ₹47 કરોડની જોગવાઇ. સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળી રહે તે માટે ₹25 કરોડની જોગવાઇ. સ્વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે કાયમી સ્થળ મળી રહે તે માટે “ગ્રામ હાટ” સ્થાપવા માટે ₹20 કરોડની જોગવાઇ. સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં ₹2 લાખનો વધારો કરવા ₹10 કરોડની જોગવાઇ.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹25960 કરોડની જોગવાઇ
જળસંપત્તિ પ્રભાગ માટે ₹13944 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઇ. હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹1420 કરોડની જોગવાઇ.ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ₹896 કરોડની જોગવાઇ.ડેમ સેફ્ટી માટે ₹693 કરોડની જોગવાઇ.
સાબરમતી નદી પર કુલ 14 વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ₹624 કરોડની જોગવાઇ.આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઇ યોજના માટે ₹485 કરોડની જોગવાઇ.
ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેકડેમો/વીયર બાંધકામથી 2105 હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ₹150 કરોડની જોગવાઇ.વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ૩૫ ગામોના 16235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ₹85 કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના માટે કુલ ₹3317 કરોડની જોગવાઇ
છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે. સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹1700 કરોડની જોગવાઇ. સરદાર સરોવર યોજના માટે કુલ ₹3317 કરોડની જોગવાઇ
અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ₹600 કરોડની જોગવાઇ. સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા SIR વિસ્તારને પાઇપલાઇન દ્વારા 100 MLD પાણી પૂરું પાડવા માટે ₹300 કરોડની જોગવાઇ. કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ₹230 કરોડની જોગવાઇ.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્વહન પાઈપ પ્રોજેક્ટ માટે ₹80 કરોડની જોગવાઇ. પાણી પુરવઠા પ્રભાગ માટે ₹6984 કરોડની જોગવાઇ લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરે છે.
ધોલેરા Special Investment Regionને પાણીનો પ્રવાહ અવિતરપણે મળી રહે તે માટે નવીન 100 એમ.એલ.ડી બલ્ક પાઇપલાઇન નેટવર્ક માટે ₹650 કરોડના કામોનું આયોજન. આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૬૫૧ ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે ₹280 કરોડની જોગવાઇ. રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જેમાં મુખ્યત્વે, આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત 240 ગામો માટેની સુધારણા યોજના માટે ₹346 કરોડના કામો માટે જોગવાઇ.
બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹153 કરોડના કામો પ્રગતિ હેઠળ.સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જેમાં,અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે ₹1044 કરોડના કામો પ્રગતિ હેઠળ. સામાન્ય વિસ્તાર તેમજ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાના ગામોમાં પાણી વેરાની મહત્તમ વસુલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ₹63 કરોડની જોગવાઇ. પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૫ નવીન લેબોરેટરીની સ્થાપના માટે ₹15 કરોડની જોગવાઇ.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹4314 કરોડની જોગવાઇ
વાહન વ્યવહાર
જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2963 જેટલી નવી બસો માટે ₹1286 કરોડની જોગવાઇ. બાળકો અને સગીરોમાં ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગેની સમજ કેળવાય તે હેતુથી ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક વિકસાવવા ₹25 કરોડની જોગવાઇ.
ઝડપી અને પારદર્શી વહીવટ માટે E-Governance હેઠળ ₹15 કરોડની જોગવાઇ. રાજ્યમાં વાહન તથા લાયસન્સ સંબંધિત પ્રિમિયમ અને એક્સપ્રેસ સેવાઓ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા ખાતે પૂરી પાડવા પ્રાયોગિક ધોરણે આયોજન છે.
બંદરો પ્રભાગ
વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી, ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 2047 સુધીમાં 3000 મિલિયન મેટ્રિક ટન સુધી વધારવાનું આયોજન છે.ઇન્સેન્ટીવ અન્ડર શીપ બિલ્ડિંગ પોલિસી હેઠળ રાજ્યની શીપ બિલ્ડિંગ ક્ષમતા વધારવા જોગવાઇ.
શિક્ષણ વિભાગ માટે કુલ ₹63184કરોડની જોગવાઇ
નાણાં મમંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું હતું કે, અમારી સરકારે “सा विद्या या विमुक्तये”ને ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જવા માર્ગ તૈયાર કરેલ છે.
નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઇ
મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹3055 કરોડની જોગવાઇ. નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઇ.રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹827 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹598 કરોડની જોગવાઇ. પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹552 કરોડની જોગવાઇ. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે ₹342 કરોડની જોગવાઇ.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹250 કરોડની જોગવાઇ. જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ₹223 કરોડની જોગવાઇ. એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે ₹223 કરોડની જોગવાઇ. 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા ₹135 કરોડની જોગવાઇ.ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે ₹120 કરોડની જોગવાઇ.
પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹119 કરોડની જોગવાઇ. પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ ૯૨૬ શાળાઓ માટે કુલ ₹114 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹112 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹100 કરોડની જોગવાઇ.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹91 કરોડની જોગવાઇ. સરકારી શાળાઓની ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 9 લાખ 72 હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹47 કરોડની જોગવાઇ. પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹32 કરોડની જોગવાઇ. રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે 1328 વિદ્યાર્થીઓને લાભ આપવા ₹18 કરોડની જોગવાઇ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2902 કરોડની જોગવાઇ
વિકસિત ગુજરાત@2047ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે ₹226 કરોડની જોગવાઇ.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ. પી. એમ. સેતુ યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ. શ્રમિક બસેરા યોજના માટે ₹150 કરોડની જોગવાઇ.રાજ્યની વિવિધ 16 આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે ₹97 કરોડની જોગવાઇ. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા ₹84 કરોડની જોગવાઇ. વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે ₹64 કરોડની જોગવાઇ. ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹60 કરોડની જોગવાઇ. “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” અંતર્ગત ₹40 કરોડની જોગવાઇ.
રાજ્યની તમામ સરકારી ITIના 1 લાખ 50 હજાર તાલીમાર્થીઓને દર વર્ષે 2 યુનિફોર્મ માટે DBTથી સહાય કરવા ₹30 કરોડની જોગવાઇ.મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ₹25 કરોડની જોગવાઇ. સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે ₹5 લાખની સહાય આપવા ₹12 કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹400 કરોડની જોગવાઇ. 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ 8 કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા ₹126 કરોડની જોગવાઇ. સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ₹96 કરોડની જોગવાઇ. i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે ₹80 કરોડની જોગવાઇ.
સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹67 કરોડની જોગવાઇ. એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે ₹51 કરોડની જોગવાઇ.એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે ₹51 કરોડની જોગવાઇ.
ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામત, જાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ ₹46 કરોડની જોગવાઇ. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે ₹45 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા ₹45 કરોડની જોગવાઇ. કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત ૨ લાખ 12 હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા ₹43 કરોડની જોગવાઇ. એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે ₹35 કરોડની જોગવાઇ. રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે ₹31 કરોડની જોગવાઇ.રાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શન, એડવાન્સ મટીરિયલ સેન્ટર, સેમી કન્ડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા ₹28 કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા 19 લાખ 84 હજાર વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે આયોજન. ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડી Industry-ready બનાવવા માટે જોગવાઇ. ગુજરાત નેવલ યુનિટ, ભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે જોગવાઇ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7690 કરોડની જોગવાઇ
GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે ₹2848 કરોડની જોગવાઇ.
આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ₹1128 કરોડની જોગવાઇ.પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા ₹972 કરોડની જોગવાઇ.પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા ₹362 કરોડની જોગવાઇ.
બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹360 કરોડની જોગવાઇ.મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹284 કરોડની જોગવાઇ.વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹245 કરોડની જોગવાઇ. દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા ₹205 કરોડની જોગવાઇ.
પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની દવા આપવા માટે ₹87 કરોડની જોગવાઇ.“પોષણ સંગમ કાર્યક્રમ” માટે ₹16 કરોડની જોગવાઇ.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹452 કરોડની જોગવાઇ
ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા ₹23 કરોડની જોગવાઇ. રાજ્યના રાજકીય-સામાજિક ઈતિહાસને દર્શાવતા અખબારો અને પુસ્તકોના ડિજિટાઈઝેશન માટે જોગવાઇ. અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય મથકોએ ઝડપથી સમાચાર મોકલી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે મોબાઇલ જર્નાલિઝમ (MOJO) કીટ પૂરી પાડવામાં આવશે.
કાયદા વિભાગ માટે કુલ ₹2702 કરોડની જોગવાઇ
દરેક વ્યકિતને સરળતાથી સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા અમારી સરકાર કાર્યરત છે. વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹324 કરોડની જોગવાઇ. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે ₹225 કરોડની જોગવાઇ. હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે ₹22 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે .
ગૃહ વિભાગ માટે કુલ ₹14265 કરોડની જોગવાઇ
પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ 20 હજાર 444 રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ₹1571 કરોડની જોગવાઇ.રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-107 મકાનો બનાવવા ₹136કરોડની જોગવાઇ. DIAL 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે ₹20 કરોડની જોગવાઇ. આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા 50 Special Operational Vehicle ખરીદવા ₹9 કરોડની જોગવાઇ.
મહેસૂલ વિભાગ માટે કુલ ₹5552 કરોડની જોગવાઇ
કુદરતી આફતો સામે રાહત આપવા ₹2145 કરોડની જોગવાઇ. સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાઓમાં અંદાજિત પ૬૨ મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ₹240 કરોડની જોગવાઇ. વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹2910 કરોડની જોગવાઇ
ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹2102 કરોડની જોગવાઇ.અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા ₹7 કરોડની જોગવાઇ.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડની જોગવાઇ
પાક કૃષિ વ્યવસ્થા ખેડૂતોને વીજ સહાય આપવા ₹9324 કરોડની જોગવાઇ. સૂક્ષ્મ સિંચાઇ માટે ₹1250 કરોડની જોગવાઇ. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹800 કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે ₹765 કરોડની જોગવાઇ. નાના ગોડાઉન બનાવવા “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત અંદાજિત 15 હજાર 436 ખેડૂતોને ₹1 લાખ સહાય આપવા ₹154 કરોડની જોગવાઇ. ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં ₹4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા ₹146 કરોડની જોગવાઇ.
અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા ₹77 કરોડની જોગવાઇ. ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે ₹14 કરોડની જોગવાઇ. ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ (૬) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા ₹12 કરોડની જોગવાઇ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા ₹10 કરોડની જોગવાઇ. બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹798 કરોડની જોગવાઇ. ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા ₹30 કરોડની જોગવાઇ. રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે ₹12 કરોડની જોગવાઇ.
રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે ₹1063 કરોડની જોગવાઇ. પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹392 કરોડની જોગવાઇ. “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ. કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹424 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ 1 લાખ 53 હજાર લાભાર્થીઓ આવરી લેવા ₹61 કરોડની જોગવાઇ.રાજ્યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ₹56 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ₹52 કરોડની જોગવાઇ. દરેક જિલ્લાની “પશુ કલ્યાણ સમિતિ”ને સહાય માટે ₹34 કરોડની જોગવાઇ. મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે ₹32 કરોડની જોગવાઇ. કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે ₹18 કરોડની જોગવાઇ. ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા ₹16 કરોડની જોગવાઇ.
સેક્સ્ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે ₹13 કરોડની જોગવાઇ. પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત કરવા ₹13 કરોડની જોગવાઇ. મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા ₹12 કરોડની જોગવાઇ.પાડી-વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા ₹12 કરોડની જોગવાઇ. બકરા એકમ સહાય માટે કુલ ₹11 કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી મત્સ્યસંપદા તળે લાભાર્થીલક્ષી યોજના માટે ₹128 કરોડની જોગવાઇ
પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા Rapid Test Kit માટે ₹10 કરોડની જોગવાઇ.કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા-ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે ₹9 કરોડની જોગવાઇ.દુધાળાં પશુના વીમાનાં પ્રીમિયમ પર સહાય માટે ₹6 કરોડની જોગવાઇ. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા જોગવાઇ. સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવા જોગવાઇ. પશુપાલકોને પશુમાં IVFથી ગર્ભધારણ માટેની સહાય આપવા જોગવાઇ. ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, મોનોસેક્સ તીલાપીયા હેચરીની સ્થાપના માટેનું આયોજન. રાજ્યના નોટિફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹361 કરોડની જોગવાઇ. માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે ₹300 કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી મત્સ્યસંપદા તળે લાભાર્થીલક્ષી યોજના માટે ₹128 કરોડની જોગવાઇ.
ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ માટે ₹115 કરોડની જોગવાઇ. આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ માટે ₹112 કરોડની જોગવાઇ. દરિયાઇ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે ₹૧૦૭ કરોડની જોગવાઇ.
આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે તથા ભાંભરા પાણીમાં ફીશ કેજ કલ્ચર કરતા મત્સ્ય ખેડૂતોને ઈનપુટ સહાય માટે ₹51 કરોડની જોગવાઇ.દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ટ્રોલર/ડોલનેટર/ગીલનેટર બોટોને માછીમારી જાળ અને હુક એન્ડ લાઇન ઉપર સહાય પેટે ₹40 કરોડની જોગવાઇ. ડીપ-સી ફીશીંગ વેસલ્સ ઉપર સહાય માટે ₹15 કરોડની જોગવાઇ. આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટની સ્થાપના માટે ₹10 કરોડની જોગવાઇ.
મત્સ્યોદ્યોગ કાયદાના અમલીકરણ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટે જોગવાઇ. સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹3 લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹1539 કરોડની જોગવાઇ.ગોડાઉન નિર્માણ યોજના અંતર્ગત મંડળીઓ અને સંધોને સહાય માટે ₹30 કરોડની જોગવાઇ. પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સહાય આપવા ₹21 કરોડની જોગવાઇ.ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા ‘સાકર’ યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે કુલ ₹20 કરોડની જોગવાઇ.
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ
પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹૩૦૯૦ કરોડની જોગવાઇ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹550 કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹300 કરોડની જોગવાઇ. પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા ₹100 કરોડની જોગવાઇ. દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઇ.
નાના શહેરો/આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹78 કરોડની જોગવાઇ.વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹20 કરોડની જોગવાઇ.ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક” (ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા ₹20 કરોડની જોગવાઇ.આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર ખાતે મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા માઁ નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા ₹20 કરોડની જોગવાઇ.
લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા અર્થે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ માટે જોગવાઇ. ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્પેઇન માટેનું આયોજન. આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે, માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી મહોત્સવ અને શબરી ધામ શ્રી રામ શબરી મિલન મહોત્સવ ઉજવવા તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટે જોગવાઇ.
ઉદ્યોગ અને ખાણ માટે ₹9873 કરોડની જોગવાઇ. ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹2755 કરોડની જોગવાઇ. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે ₹1775 કરોડની જોગવાઇ. ધોલેરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹182 કરોડની જોગવાઇ. ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ. ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ. દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹50 કરોડની જોગવાઇ. અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડનું આયોજન. ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ. ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹10 કરોડની જોગવાઇ. રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)ની સ્થાપના કરવાનું આયોજન.
કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ “વાજપાઈ બેંકેબલ યોજના” હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઇ. ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઇ. One District One Product(ODOP) ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹25 કરોડની જોગવાઇ. કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2634કરોડની જોગવાઇ
ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ ₹1100 કરોડની જોગવાઇ ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત સહાય માટે ₹150 કરોડની જોગવાઇ. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઇ. ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત કરવા ગુજરાત ફ્યુચર ટેકનોલોજીસ ઇનિશીયેટીવ અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ. ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ડેડીકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે ₹25 કરોડની જોગવાઇ. પોરબંદર ખાતે રીજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે ₹25 કરોડની જોગવાઇ.
રાજ્યમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને આકર્ષવા માટે GCC (Global Capability Centre) પોલિસી માટે ₹10 કરોડની જોગવાઇ.નવીનતા આધારિત સંશોધન, સ્થિરતા અને રોજગાર સર્જન દ્વારા હાઈ-પરફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા BioE3 સેલની સ્થાપના કરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે
આદિજાતિ વિકાસ વિભાગ માટે બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત, કુલ ₹5425 કરોડની જોગવાઇ
વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ત્યારે બજેટમાં કુલ 5425 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
અંદાજે 2 લાખ 35 હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹909 કરોડની જોગવાઇ. 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઇ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઇ. 176 સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઇ.
10 ઈ.એમ.આર.એસ., 53 જી.એલ.આર.એસ., 22 મોડેલ શાળાઓ તથા 2 સૈનિક શાળાઓના અંદાજે 2૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹2૦૪ કરોડની જોગવાઇ. પ્રિ-મેટ્રિકના કુલ 11 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹138 કરોડની જોગવાઇ.
બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹34 કરોડની જોગવાઇ
74 આદર્શ નિવાસી શાળાઓના અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹134 કરોડની જોગવાઇ. ધો. 1થી 8 ના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹98 કરોડની જોગવાઇ. નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹34 કરોડની જોગવાઇ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹26 કરોડની જોગવાઇ. આદિજાતિ વ્યકિતઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતિકરણ અને સુદ્રઢિકરણ કરવાનું આયોજન.
મુખ્યમંત્રી આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹125 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹111 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઇ. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹65 કરોડની જોગવાઇ. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹42 કરોડની જોગવાઇ. અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા ₹40 કરોડની જોગવાઇ. આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹30 કરોડની જોગવાઇ. રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ₹25 કરોડની જોગવાઇ. આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઇલ કનેક્ટીવીટી સુદ્રઢ કરવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા ₹25 કરોડની જોગવાઇ.યુવક-યુવતીઓને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે ₹12 કરોડની જોગવાઇ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ
ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ. દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ.વ્યકિતગત આવાસ યોજના અંતર્ગત ₹ 146 કરોડની જોગવાઇ. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશ્યાલિટી/મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ/જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટેની સ્વાસ્થ્ય સહાય યોજના માટે કુલ ₹22 કરોડની જોગવાઇ. કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના માટે ₹ 14 કરોડની જોગવાઇ કારવમાં આવી .
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹7086 કરોડની જોગવાઇ
સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવોએ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ.
પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિના આશરે 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹296 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે .
વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ અભ્યાસ અર્થે 4 ટકાના દરે વ્યક્તિદીઠ ₹15 લાખ સુધીની લોન આપવા ₹135 કરોડની જોગવાઇ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની 1 લાખ 59 હજાર વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા ₹73 કરોડની જોગવાઇ.ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે 1 લાખ 70 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹24 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ પૈકી 5 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ કુલ ₹249 કરોડની જોગવાઇ.નિરાધાર બાળકો માટેની પાલક માતા-પિતા યોજના હેઠળ ₹83 કરોડની જોગવાઇ. દિવ્યાંગજનોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹60 કરોડની જોગવાઇ. રાજ્યના 34 જિલ્લાઓમાં નશામુક્તિ સેન્ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા ₹15 કરોડની જોગવાઇ.બૌદ્ધિક અસમર્થતા, ઓટીઝમ દિવ્યાંગતા ક્ષેત્રે ડે-કેર તથા રહેણાકની સુવિધા સાથે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટે ₹6 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ માટે જાણો જોગવાઈ
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી લોન યોજનાના તથા દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ 19 હજાર લાભાર્થીઓ માટે ₹793 કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર 6 ટકા સબસિડી આપવા ₹25 કરોડની જોગવાઇ. આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત 24 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹375 કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના આશરે 53 હજાર લાભાર્થીઓને મળતી મફત (પોષણ) તબીબી સહાય યોજના અંતર્ગત ₹143 કરોડની જોગવાઇ.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






