ભરૂચના જંબુસર નજીક બોટ પલટી: 30થી વધુ શ્રમિકો હતા સવાર, 1નું મોત

જંબુસરના આસરસા ગામ નજીક આજે એક ગંભીર બોટ દુર્ઘટના બની છે. ONGCના ડ્રિલિંગ માટે જતા શ્રમિકોની બોટ દરિયામાં પલટી જતા 30થી વધુ કામદારો પાણીમાં ખાબક્યા, જેમાં એક યુવાનનું મોત થયું છે. ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાની વિગતો
– બોટમાં લગભગ 30થી વધુ કામદારો સવાર હતા.
– અચાનક ઊંચા મોજા અને બોટમાં ભરી રહેલા કામદારોના ભારને કારણે બોટ પલટી ગઈ.
– મૃતક: રોહિત ગણપત મકવાણા
– લાપતા: નરેશ અનોપ રાઠોડ
– બાકીના કામદારોને તાત્કાલિક જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી.

બચાવ કામગીરી
સ્થાનિક પોલીસ, 108 ટીમ અને ગામલોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ છે. લાપતા નરેશ અનોપ રાઠોડને શોધવા સ્થાનિક માછીમારો અને બચાવ દળ જોડાયા છે.

સુરક્ષા મામલે ચિંતાઓ
બચાવ માટે પહોંચેલા કામદારોએ જણાવ્યું કે કોઈને લાઈફ જેક્ટ આપવામાં આવ્યા ન હતા, જયારે દરરોજ આસરસાથી સામેના કાંઠે ગાંધાર-મુલેર તરફ બોટ દ્વારા અવરજવર થાય છે. આ ઘટનામાં સુરક્ષા ઉપકરણોની અભાવને કારણે શ્રમિકોના જીવ જોખમમાં મુકાયા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઇરાન સાથે યુદ્ધ ટાળવા ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: “ઇરાનના નેતાઓને મારવા હું ઈચ્છતો નથી”

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇરાન સાથે યુદ્ધ ટાળવા અને વાતચીત અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન યુદ્ધને રોકવા માટે વાતચીત કરવા ઈચ્છે છે, જ્યારે ઇરાનના…

અમેરિકાનો યુ-ટર્ન: મિડલ ઈસ્ટ યુદ્ધ કેમ અટક્યું? ટ્રમ્પના નિર્ણય પાછળના મોટા કારણો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ અચાનક યુદ્ધની સ્થિતિમાંથી પીછેહઠ કરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ Donald Trump દ્વારા માત્ર 8 કલાકની અંદર લેવાયેલા યુ-ટર્ને વૈશ્વિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.…