ગુજરાત પોલીસમાં નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરમાં નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ઓનલાઈન અરજી કરી શકાશે.
PSI કેડરમાં 858 જગ્યાઓ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર PSIની કુલ 858 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
– બિન હથિયારી PSI — 659 જગ્યાઓ
– હથિયારી PSI — 129 જગ્યાઓ
LRD (લોકરક્ષક) કેડરમાં 12,733 જગ્યાઓ
LRD ભરતી માટે વિવિધ પદો પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. કુલ 12,733 જગ્યાઓ નીચે મુજબ છે:
– બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 6,942
– હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 2,458
– હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) — 3,002
– જેલ સિપાઈ (પુરુષ) — 300
– જેલ સિપાઈ (મહિલા) — 31
આ ભરતી અંગેની વિગતો (નિરજા ગોટરુ IPS), અધ્યક્ષ — ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તથા પોલીસ મહાનિદેશક, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે.
જાહેરાત 3 ડિસેમ્બર 2025ે OJAS પર અપલોડ થશે
ભરતી બોર્ડ દ્વારા જણાવાયેલ પ્રમાણે PSI અને LRD ભરતીની વિગતવાર જાહેરાત (Notification) તારીખ 03/12/2025ે OJAS વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે:
– વેબસાઈટ: ojas.gujarat.gov.in
– ઉમેદવારોએ જાહેરાતમાં આપેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
– અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી ફરજિયાત
– ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી રહેશે.
– ભરતી બોર્ડ જ્યારે માંગ કરશે ત્યારે આ પ્રિન્ટ રજૂ કરવી ફરજિયાત રહેશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






