કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન

કચ્છના રાપર વિસ્તારમાં રણના ખાડીરો અને અમરાપરથી શિરાંનીવાંઢ તરફ જતા માર્ગ વચ્ચે સુરખાબ પક્ષીઓનું વિશાળ જમાવડો જોવા મળ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આ નયનરમ્ય દ્રશ્ય દરેક વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન
રણના વિસ્તારમાં વર્ષોથી ફ્લેમિંગો ઈંડાં મૂકી બચ્ચા ઉછેર કરે છે. કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ વિસ્તાર મધ્ય એશિયાની ફ્લાયવેનો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ અને નિવાસ સ્થળ છે.

સંખ્યામાં વૃદ્ધિ
આ ક્ષેત્રમાં પાંચ વર્ષ પહેલા લગભગ 1 થી 1.25 લાખ સુરખાબ નોંધાયેલા હતા, જે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. વર્તમાન વર્ષમાં આ સંખ્યા વધુ વધી શકવાની શક્યતા છે.

પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણ
ફ્લેમિંગો શિયાળામાં ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. કચ્છનું આ વિસ્તાર રાજ્યનું સૌથી મોટું અભ્યારણ્ય છે, જે 7506.22 ચો.કિમીમાં ફેલાયેલું છે. પ્રવાસીઓ અહીં આવી પ્રાકૃતિક સૌંદર્ય અને પક્ષીઓના નજારાનો આનંદ લઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’ના નવા યુગનો પ્રારંભ, આગામી સમયમાં સમગ્ર દેશમાં લાગુ થશે આ સિસ્ટમ

ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિર ખાતે…

ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં FPIs એ ₹19,675 કરોડનું રોકાણ કર્યું , ભારત-યુએસ ટ્રેડ ડીલ બાદ બજારમાં આવી રોનક

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર બાદ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં કુલ રૂ. 19,675 કરોડનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, આ FPI રોકાણ…