અમિત શાહનો BSFને કડક સંદેશ: “માત્ર બોર્ડર નહીં, 50 કિમી સુધીની સુરક્ષા આપણી જવાબદારી”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ રાજસ્થાનના બિકાનેર સરહદી વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે સંવાદ કર્યો અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી.

“50 કિલોમીટર સુધીની હરકતો પર નજર રાખવી જરૂરી”
બિકાનેરના સાંચુ પોસ્ટ ખાતે યોજાયેલા ‘પ્રહરી સંમેલન’માં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે હવે BSFએ માત્ર સરહદની જ નહીં પરંતુ સરહદથી 50 કિલોમીટર સુધીના વિસ્તારોમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવી પડશે. તેમણે જણાવ્યું કે જો કોઈ વિસ્તારમાં અસામાન્ય વસ્તી વધારો, ગેરકાયદે બાંધકામ અથવા શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળે તો તેની જાણ તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અને પોલીસને કરવી જરૂરી છે.

ડ્રોન મારફતે થતી તસ્કરીને ગણાવ્યો મોટો ખતરો
અમિત શાહે સરહદ પારથી ડ્રોન મારફતે થતી હથિયારો અને નશીલા પદાર્થોની તસ્કરીને ગંભીર પડકાર ગણાવ્યો. તેમણે કહ્યું કે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો બની રહી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આગામી છ મહિનામાં સરહદી વિસ્તારોમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરશે, જેથી ડ્રોન દ્વારા થતી ઘૂસણખોરી અને તસ્કરીને રોકી શકાય.

“ડ્રોન ક્યાં ઉતરે છે તેની સંપૂર્ણ દેખરેખ રાખો”
ગૃહમંત્રીએ BSF જવાનોને સૂચના આપી કે ડ્રોન ક્યાં ઉતરે છે, તેને કોણ સ્વીકારે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તેની સતત મોનિટરિંગ રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ પણ આધુનિક પદ્ધતિઓ અપનાવવી પડશે.

ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડ બનાવાશે
અમિત શાહે જણાવ્યું કે સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડ તૈયાર કરવામાં આવશે. જેમાં BSF, ભારતીય સેના, સ્થાનિક, નાગરિકો, રાજ્ય સરકાર મળીને કામ કરશે. તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય એવું મજબૂત સુરક્ષા તંત્ર ઉભું કરવાનો છે કે દુશ્મન ભારત પર હુમલો કરવાની હિંમત પણ ન કરી શકે.

“2014 પછી સુરક્ષા નીતિમાં મોટો બદલાવ આવ્યો”
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વર્ષ 2014 બાદ દેશની સુરક્ષા નીતિમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોનું આધુનિકીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને સરહદોની સુરક્ષા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.

 

 

  • Related Posts

    ત્રિપુરાના યુવક સાથે જાતિવાદી ગેરવર્તન મામલે કિરણ રિજિજુની કડક ચેતવણી….

    Delhi ના ઇન્ફ્લુએન્સરે ત્રિપુરાના યુવક સાથે કથિત જાતિવાદી અપમાન કર્યું: કિરણ રિજિજુએ કહ્યું- ‘આ દુષ્ટ વ્યક્તિને સજા મળશે’, પોલીસ તપાસ શરૂ  : Delhiના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ત્રિપુરાના એક આદિવાસી યુવક સાથે કથિત રીતે જાતિવાદી ટિપ્પણીઓ અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પૂર્વોત્તર ભારતનાં રાજ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આરોપી સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. રિજિજુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘આ દુષ્ટ વ્યક્તિને સજા મળશે.’ બીજી તરફ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દિલ્હી પોલીસ સાથે સંકલન કરીને યોગ્ય તપાસ કરવા સૂચના આપી છે.…

    Ahmedabadમાં બુટલેગર પાછળ SMCનું ફાયરિંગ…

    Ahmedabadમાં બુટલેગરની કાર પર SMCનું ફાયરિંગ: શાહીબાગથી પીછો, પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી આરોપી ફરાર Ahmedabad: Ahmedabad શહેરમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે કામગીરી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને શંકાસ્પદ બુટલેગર વચ્ચે ફિલ્મી ઢબે પીછો કરવાની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાંથી શરૂ થયેલો પીછો એરપોર્ટ સર્કલ થઈ ઇન્દિરા બ્રિજ તરફ પહોંચ્યો હતો. આ દરમિયાન કારચાલકે SMCની ટીમના જવાનો પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ બાદ ટીમે સ્વબચાવમાં કાર પર ફાયરિંગ કર્યું હતું. જોકે, ફાયરિંગ બાદ પણ કારચાલક સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. ઘટનાને પગલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરાર શખસની ઓળખ અને તેની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. -> આસર્વા…