અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: શપથ ગ્રહણ સમારોહમાં નહીં રહે ઉપસ્થિત

ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ પૂર્વે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસને રદ કર્યો છે, અને તેથી તેઓ 17 ઓક્ટોબરના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી શકશે નહીં. તેમની હાજરીની અપેક્ષા હતી, પરંતુ તેઓ હાલમાં બિહાર પ્રવાસે હોય જેના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં.

નવા મંત્રીમંડળ માટે તૈયારીઓ આખરી ચરણમાં
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શપથવિધિ માટે તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. રાજ્યમાં કોને મંત્રીપદ મળશે અને કોનું પત્તું કપાશે તે અંગેનું સ્પષ્ટ ચિત્ર આવતીકાલે સામે આવશે. સૂત્રોના મતે, કેટલાક ધારાસભ્યોને શપથ માટે ફોન દ્વારા તૈયારી રાખવા સૂચના મળી ગઈ છે.

શપથ બાદ તરત કેબિનેટ બેઠકની સંભાવના
– 17 ઓક્ટોબર, 2025: નવા મંત્રીમંડળની શપથવિધિ
– શપથ બાદ: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
– તેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી શક્ય
– ધનતેરસ (20 ઓક્ટોબર): મોટાભાગના મંત્રીઓ ચાર્જ સંભાળે તેવી શક્યતા

અંદરખાને રાજકીય ચર્ચાઓ તેજ
નવા મંત્રીઓ માટે નામો અને ખાતાની ફાળવણી અંગે અંધારપટ અત્યારે યથાવત્ છે, જોકે જૂના અને નવા ધારાસભ્યોની સંભાવનાઓ અને કાર્યક્ષમતા આધારે પસંદગી થશે એવી અંદરખાની ચર્ચાઓ છે.

અમિત શાહની અનુપસ્થિતિ છતાં શપથવિધિ રાજ્ય માટે મહત્વપૂર્ણ ક્ષણ રહેશે. ગુજરાતની રાજકીય ગતિવિધિઓમાં આગામી દિવસો મોટા ફેરફાર લાવી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…