બ્રહ્માંડના અનંત ઊંડાણમાંથી આપણા સૌરમંડળમાં દાખલ થયેલા આંતર તારાકીય (Interstellar) ધૂમકેતુ 3I/ATLAS એ વૈજ્ઞાનિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. નાસા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને જાપાનની JAXA દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલી એક્સ-રે તસવીરોમાં આ ધૂમકેતુની આસપાસ લગભગ 4,00,000 કિલોમીટર સુધી ફેલાયેલો તેજ ગ્લો જોવા મળ્યો છે. આ પ્રકારની વિશાળ જ્વાળા પહેલેથી ક્યારેય ઇન્ટરસ્ટેલર પદાર્થમાં નોંધાયેલી નથી.
શા માટે આ શોધ છે વિશેષ?
ધૂમકેતુ સામાન્ય રીતે સૂર્યપ્રકાશ પરાવર્તિત કરીને ચમકે છે, પરંતુ 3I/ATLAS એક્સ-રે ઉત્સર્જિત કરી રહ્યો છે. જ્યારે સૂર્યમાંથી નીકળતા ઝડપી ચાર્જ કણો (સૌર પવન) આ ધૂમકેતુના વાયુઓ સાથે અથડાય છે, ત્યારે આ ભયાનક એક્સ-રે જ્વાળા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાથી ધૂમકેતુમાં છુપાયેલા હાઇડ્રોજન, નાઇટ્રોજન અને અન્ય વાયુઓ અંગે માહિતી મળે છે, જે સામાન્ય ટેલિસ્કોપથી જોઈ શકાય તેવી નથી.
જેમ્સ વેબ ટેલિસ્કોપ અને જાપાનનું નિરીક્ષણ
વિશ્વના સૌથી શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા આ ધૂમકેતુમાં પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ શોધવામાં આવી હતી. જોકે જાપાનના XRISM મિશન દ્વારા સતત 17 કલાક સુધીના નિરીક્ષણ દરમિયાન ધૂમકેતુના ન્યુક્લિયસમાંથી કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનના સંકેતો મળ્યા. આ ડેટા અન્ય સૌરમંડળની રચના અને ઊભરેલી વૈજ્ઞાનિક રચનાઓને સમજવામાં મદદરૂપ સાબિત થશે.
પૃથ્વીની નજીકથી પસાર થવાનો સમય
વૈજ્ઞાનિકોના અનુસાર, 3I/ATLAS 19 ડિસેમ્બરે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે. માનવ ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ એવા પદાર્થ જોવા મળ્યા છે જે આપણી સૌરમંડળની બહારથી આવ્યા છે. યુરોપિયન XMM-ન્યૂટન ઓબ્ઝર્વેટરીએ લેવામાંેલી તસવીરોમાં આ તેજપુંજ લાલ રંગનો દેખાય છે, જે અવકાશમાં ભયાનક છતાં અદ્ભુત દ્રશ્ય સર્જે છે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે આ શોધ આપણી ગેલેક્સીમાં અન્ય તારામંડળોની રચના અંગે નવી માહિતી પ્રદાન કરી શકે છે અને બ્રહ્માંડના રહસ્યો ઉઘાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






