​અમદાવાદ પોલીસે હોળીની મધરાતે વકીલના માતાની લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલ્યો

– ​UPના રિઢા ગુનેગાર ‘લલ્લા’એ લોકલ સાગરીત સાથે મળી ખેલ્યો હતો ખૂની ખેલ; PI કલસરિયાની ટીમે 7 દિવસમાં દબોચ્યા

| ​પંકજ મકવાણા – અમદાવાદ | શહેરના કુબેરનગર વિસ્તારમાં હોળીની રાત્રે 65 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને દાગીના લૂંટી લેવાની સનસનાટીભરી ઘટનાનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. સરદારનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ઉત્તર પ્રદેશના રિઢા ગુનેગાર સલમાન ઉર્ફે લલ્લા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. વૃદ્ધા એકલા રહેતા હોવાની જાણ હોવાથી આરોપીઓએ રેકી કરીને આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો.

કેવી રીતે ઉકેલાયો ભેદ? : આ ઘટનાની ગંભીરતા જોઈ મહિલા પીઆઈ એન.બી. કલસરિયાએ તપાસનો દોર સંભાળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસ રાજસ્થાન અને કુબેરનગરમાં સઘન તપાસ આદરી હતી. જેમાં સલમાન અલ્વીસૈયદ ઉર્ફે લલ્લા (મૂળ UP) અને સોનુસીંગ સિકરવાર (કુબેરનગર) પોલીસના સકંજામાં આવી ગયા હતા. આરોપીઓ પાસેથી લૂંટની કાનની વાળી અને રોકડ રકમ રિકવર કરવામાં આવી છે.


ઘટનાનો ઘટનાક્રમ
– ​ટાર્ગેટ: હિતેન્દ્રભાઈ બજરંગે (વકીલ) ના માતા ભારતીબહેન (ઉં. 65).
– ​ક્યારે: 3-4 માર્ચની મધ્યરાત્રિએ કુબેરનગર બી-વોર્ડમાં.
– ​મોડસ ઓપરેન્ડી: દરવાજો ખખડાવીને બળપૂર્વક પ્રવેશી લૂંટ સાથે હત્યા.
– ​શું લૂંટાયું: સોનાના દાગીના અને અંદાજે ₹1 લાખની રોકડ.

વડીલોની સુરક્ષા પર સવાલ?
1]. ​સોફ્ટ ટાર્ગેટ: એકલા રહેતા વડીલો ગુનેગારોના નિશાને છે, ખાસ કરીને તહેવારોના સમયે.
2]. ​પરપ્રાંતીય કનેક્શન: UPનો રિઢો ગુનેગાર રાજસ્થાનથી અમદાવાદ લૂંટ કરવા આવ્યો, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.
3]. ​લોકલ રેકી: સ્થાનિક શખ્સ સોનુસીંગે વૃદ્ધાની હિલચાલની વિગતો લલ્લાને આપી હોવાની આશંકા.

પીઆઈની બાજ નજર:
“અમે સીસીટીવીના ફૂટેજ ખંગાળ્યા હતા. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પરથી લાગતું હતું કે આ કોઈ પ્રોફેશનલ ગેંગનું કામ છે. ટેકનિકલ ડેટાના આધારે અમે આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા છીએ.” — એન.બી. કલસરિયા, PI, સરદારનગર પોલીસ સ્ટેશન

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? Joy Surge 2026

    કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? ગુજરાતમાં નવરાત્રિ 2026ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ahmedabad, સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જાણીતા ગરબા ગાયકોના કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે ગુજરાતી સંગીત જગતના અનેક લોકપ્રિય કલાકારો અલગ-અલગ શહેરોમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ગરબે રમાડશે.નવરાત્રિ દરમિયાન કયો સિંગર ક્યાં પરફોર્મ કરશે તેને લઈને ગરબા રસિકોમાં ખાસ ઉત્સુકતા છે. ખાસ કરીને કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા નામો સાથે જોડાયેલા કાર્યક્રમો ચર્ચામાં છે. Ahmedabadમાં આ વખતે ઐશ્વર્યા મજમુદારનું ખાસ આકર્ષણ જોવા મળશે. ઉપલબ્ધ કાર્યક્રમની માહિતી મુજબ ઐશ્વર્યા મજમુદાર ‘રંગતાલી’ સાથે 11થી 20 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સ્વર્ણિમ…

    Tariff: ટ્રમ્પની સહી બાદ ભારત પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલથી શું અસર? Impose Danger

    Tariff:ટ્રમ્પની સહી બાદ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનો રસ્તો ખુલ્યો, ભારત પર શું પડશે અસર? Tariff નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધોનો નવો કાયદો “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026” સહી કરીને કાયદો બનાવ્યો છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી થતી આયાત સામે 100% સુધીના Tariffલાદવાની સત્તા આપે છે. ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં હોવાથી નવી જોગવાઈનું ધ્યાન ભારત તરફ પણ ગયું છે. જોકે એક મહત્વની બાબત એ છે કે 100% Tariff હમણાંથી જ ભારત પર લાગુ થઈ ગયો નથી. કાયદો ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; કયા દેશ સામે કેટલો Tariff લગાવવો અને…