કેનેડામાં ગુરુદ્વારા બાદ હવે એક હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કર્યું આ કામ ; જુઓ વીડિયો

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. CHCC (કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ) એ એક વીડિયો શેર કર્યો છે અને આ હુમલાની સખત નિંદા કરી છે અને કેનેડામાં ‘હિન્દુફોબિયા’ પર ચિંતા વ્યક્ત કરી છે.

કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) એ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. સંગઠને તેને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ તોડફોડ ગણાવી છે અને તેને ”#Hinduphobia’નું ઘૃણાસ્પદ ઉદાહરણ ગણાવ્યું છે.

‘આ પ્રકારની નફરતને કેનેડામાં કોઈ સ્થાન નથી’
“કેનેડામાં આવા ઘૃણાસ્પદ કૃત્યોનું કોઈ સ્થાન નથી,” CHCC એ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કેનેડાની તમામ સરકારો પાસેથી તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે અને તમામ કેનેડિયન નાગરિકોને નફરત સામે એક થવા અપીલ કરી છે.

ગુરુદ્વારાને પણ નિશાન બનાવવામાં આવ્યું  
બીજી તરફ, કેનેડાના વાનકુવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારાને પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. સમર્થકોએ અહીં ખાલિસ્તાની સૂત્રો લખ્યા હતા. આ ઘટના બાદ શીખ સમુદાયમાં ગુસ્સો છે અને આ માટે શીખ અલગતાવાદીઓના એક નાના જૂથને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

વાનકુવર મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે શનિવારે ગુરુદ્વારામાં થયેલી તોડફોડની ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. વાનકુવર પોલીસ વિભાગના પ્રવક્તા સાર્જન્ટ સ્ટીવ એડિસને જણાવ્યું હતું કે પોલીસ ગુરુદ્વારા પર લખેલા સૂત્રની તપાસ કરી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

પુલવામા હુમલાની વર્ષગાંઠ પર આસામમાં PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે દેશને ફક્ત બીજી ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ મળી નથી; તે એ પણ સાબિત કરે છે કે નવું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *