અમદાવાદ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી સંદર્ભે સભાઓ-સરઘસોની પરવાનગી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરાઈ

રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના જાહેરનામા અન્વયે એપ્રિલ-૨૦૨૬માં અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોને વિવિધ પ્રકારની પરવાનગીઓ મેળવવામાં સરળતા રહે તે માટે કલેક્ટર કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ ૦૬ એપ્રિલ ૨૦૨૬ થી રાજકીય ઉમેદવારોને જાહેર સભા, સરઘસ કે અન્ય ચૂંટણીલક્ષી કાર્યક્રમોની પરવાનગી આપવા માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ (Single Window System) ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની કચેરી, કલેક્ટર કચેરી કંપાઉન્ડ, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે.

ચૂંટણી લડતા તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ સભા કે સરઘસ માટેની જરૂરી મંજૂરીઓ મેળવવા માટે હવે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. આ નિયત સ્થળેથી એક જ સ્થળે તમામ આનુષંગિક મંજૂરીઓ મેળવી શકાશે. સંબંધિત તમામ ઉમેદવારો અને પક્ષોને ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ નિયત સમયમર્યાદામાં આ સિસ્ટમનો ઉપયોગ કરી પરવાનગી મેળવી લેવા અંગે અખબારી યાદીમાં જણાવાયુ છે

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    US-Iran કરારની વિગતો જાહેર કરવામાં વિલંબ, જેડી વેન્સે પાકિસ્તાન અને કતારને ગણાવ્યા જવાબદાર

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચર્ચામાં રહેલા સંભવિત કરાર (MoU)ની વિગતો જાહેર કરવામાં થયેલા વિલંબને લઈને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સએ પાકિસ્તાન અને કતારની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે કરારનો…

    G7 સમિટમાં મોદી-ટ્રમ્પ મુલાકાત ચર્ચામાં: ભારતની સુરક્ષા, ટ્રેડ ડીલ અને વૈશ્વિક મુદ્દાઓ પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા

    ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આશરે 16 મહિનાના અંતર બાદ બંને નેતાઓની સામસામે મુલાકાતે…