ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વ તૈયારી માટે પ્રથમ કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક અને સાઈટ વિઝિટ

ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે.

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો.

કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે તેવી ખાતરી આપી હતી.

કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટિમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.

ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    શેખ હસીના ફરી કેમ એક્ટિવ થયા? બાંગ્લાદેશમાં મોટા રાજકીય ભૂકંપના સંકેત, 2026 : Grand Strategy

    શેખ હસીના ફરી કેમ એક્ટિવ થયા? શું બાંગ્લાદેશમાં ફરી રાજકીય ઉથલપાથલના સંકેત, ભારત પર શું પડશે અસર?  શેખ હસીનાની વધતી રાજકીય સક્રિયતાએ બાંગ્લાદેશના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. શું દેશમાં ફરી રાજકીય પરિવર્તનના સંકેત છે? જાણો ભારત માટે તેના સંભવિત ફાયદા અને પડકારોની વિગત. બાંગ્લાદેશના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વધતી રાજકીય સક્રિયતા ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. તેમની જાહેર ટિપ્પણીઓ, સમર્થકો સાથેનો સંપર્ક અને રાજકીય સંદેશાઓને કારણે અનેક રાજકીય વિશ્લેષકો એ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું બાંગ્લાદેશમાં ફરી કોઈ મોટો રાજકીય બદલાવ જોવા મળી શકે? બાંગ્લાદેશમાં બનતી દરેક મહત્વપૂર્ણ રાજકીય ઘટના પર ભારતની પણ નજર રહે છે, કારણ કે બંને દેશો વચ્ચે વેપાર,…

    Gujarat Rain Forecast August 8 9 IMD વરસાદ : ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી: ૮ અને ૯ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, IMD એ જાહેર કર્યું યલો એલર્ટ!

    ગુજરાતમાં 8 અને 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણો કયા વિસ્તારોમાં વધુ અસર રહી શકે છે અને નાગરિકો માટે શું સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી: 8-9 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, IMDએ યલો એલર્ટ જાહેર કર્યું B india અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે હવે ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી આગાહી મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સંબંધિત વિસ્તારો માટે યલો એલર્ટ…