સરકારી કર્મયોગીઓને ઉનાળુ વેકેશન દરમિયાન : ‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું ભવ્ય આયોજન

ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે 2026માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.’ભારત ગૌરવ ટ્રેન’ અંતર્ગત આગામી દિ. ૧૨ થી ૨૨ મે, ૨૦૨૬ દરમિયાન ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૧ દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન સહિત વિવિધ સ્થાનિક સ્થળોનો પ્રવાસ કરવાનો લ્હાવો મળશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાતમાંથી તા. 12 મે 2026ના રોજ રાજકોટથી – સુરેન્દ્રનગર- વિરમગામ- સાબરમતી:અમદાવાદ- નડિયાદ- આણંદ –વડોદરા – ભરૂચ- સુરત થશે. સરકારી કર્મચારીઓને ઉનાળુ વેકેશન દરમિયાન રજા પ્રવાસ રાહત- LTCનો લાભ લેવાની ઉત્તમ તક મળી રહેશે.

આ યાત્રા માટે મુસાફરોની સુવિધા મુજબ વિવિધ ત્રણ કેટેગરીમાં પેકેજ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં ઇકોનોમી ક્લાસ (નોન-એસી સ્લીપર) માટે વ્યક્તિ દીઠ રૂ. 21,525/- દર નક્કી કરવામાં આવ્યો છે. કમ્ફર્ટ ક્લાસમાં ૩ ટાયર એસી માટે વ્યક્તિ દીઠ રૂ. 39,105/- અને ૨ ટાયર એસી માટે વ્યક્તિ દીઠ રૂ. 48,185/- પેકેજ ખર્ચ રાખવામાં આવ્યું છે. આ પેકેજમાં યાત્રાળુઓને આપવામાં આવતી અન્ય વિવિધ સુવિધાઓની વિગતો પણ સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકાશે.

આ યાત્રા પેકેજનું બુકિંગ કરાવવા ઈચ્છતા નાગરિકો – કર્મયોગીઓ વહેલાં તે પહેલાના ધોરણે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ.ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત વધુ વિગતો કે પૂછપરછ માટે roadi@irctc.com ઇમેઇલ આઇડી પર અથવા IRCTC ની કચેરી 502, પાંચમો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી , આશ્રમ રોડ, અમદાવાદનો સંપર્ક કરી શકાશે તેમ IRCTCની યાદીમાં જણાવાયું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    કૂવામાં : મોરબીના વીરપરડા ગામમાં કુદરતનો ચમત્કાર કે રહસ્ય? કૂવામાં અચાનક હિલોળા લેવા લાગ્યું પાણી! 2026 Shocking

    મોરબીના વીરપરડા ગામમાં કૂવામાં અચાનક હિલોળા લેતું પાણી: રહસ્યમય ઘટનાએ લોકોમાં કુતૂહલ જગાવ્યું મોરબી તાલુકાના વીરપરડા ગામમાં એક ખેતરના કૂવામાં પાણી અચાનક હિલોળા લેતું જોવા મળ્યું. આ અનોખી ઘટનાએ ગ્રામજનો અને સ્થાનિક તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. જાણો સમગ્ર મામલો. ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલા વીરપરડા ગામમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ગામના એક ખેતરમાં આવેલા કૂવામાં પાણી અચાનક જોરદાર હિલોળા લેતું જોવા મળ્યું, જેના કારણે ગ્રામજનોમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. સામાન્ય રીતે સ્થિર રહેતું કૂવાનું પાણી અચાનક ઊંચા-નીચા થવા લાગતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે, આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી અને…

    ‘લોક અપ ૨’ નો ગ્રાન્ડ ફિનાલે ધમાકો: શ્રેયા કાલરાએ જીત્યો વિજેતાનો ખિતાબ, : 2026 Grand Finale

    શ્રેયા કાલરા બની ‘લોક અપ સીઝન 2’ની વિજેતા: ગ્રાન્ડ ફિનાલેમાં જીત્યો ખિતાબ, ચાહકોમાં ખુશીની લહેર  લોકપ્રિય રિયાલિટી શો ‘લોક અપ સીઝન 2’માં શ્રેયા કાલરાએ શાનદાર પ્રદર્શન કરીને વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો. જાણો ગ્રાન્ડ ફિનાલેની હાઇલાઇટ્સ અને તેમની સફર. રિયાલિટી શોના ચાહકો લાંબા સમયથી જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી પહોંચી. **’લોક અપ સીઝન 2′ (Lock Upp Season 2)**ના ગ્રાન્ડ ફિનાલેમાં **શ્રેયા કાલરા (Shreya Kalra)**એ શાનદાર પ્રદર્શન કરીને વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. સમગ્ર સિઝન દરમિયાન આત્મવિશ્વાસ, મજબૂત રમત અને દર્શકોના સમર્થનના કારણે શ્રેયા શરૂઆતથી જ મજબૂત દાવેદાર તરીકે સામે આવી હતી. તેમની જીત બાદ સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા અભિનંદનનો વરસાદ થયો છે. અનેક સેલિબ્રિટીઓ અને ચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.…