મુંબઈના મુલુંડમાં મેટ્રોના થાંભલાનો એક ભાગ તૂટી પડ્યો, 4 લોકો ઇજાગ્રસ્ત ઘાયલ

શનિવારે બપોરે મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં મેટ્રો બાંધકામ દરમિયાન એક મોટો અકસ્માત થયો. LBS રોડ પર નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો ભાગ અચાનક તૂટી ગયો અને નીચેથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા અને કાર પર પડ્યો.

આ અકસ્માતની ઘટના જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન કંપની પાસે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના બપોરે 12:20 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતમાં ઓટો-રિક્ષામાં સવાર ત્રણથી ચાર લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ, મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રો ઓથોરિટીના કર્મચારીઓ, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી.

પોલીસે શરૂ કરી તપાસ
પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો છે. બીજી તરફ ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી કાટમાળ સાફ કરવાનું શરૂ કર્યું. પોલીસ અને સંબંધિત એજન્સીઓ હાલમાં અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. તેઓ બાંધકામ કાર્ય દરમિયાન સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડતા લોકોને ઉનાળામાં ચોમાસાની અનુભૂતિ થઈ હતી. એસપી રિંગ રોડ, રામોલ, વટવા GIDC અને પૂર્વ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડતા…

ઉનાળામાં ચોમાસાની એન્ટ્રી! રાજ્યમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક,આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા

રાજ્યમાં ઉનાળાની વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે 6થી 10 વાગ્યા દરમિયાન પડેલા માવઠાના કારણે કુલ 7 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો,…