તમિલનાડુ સરકાર દ્વારા રૂપિયાનું સિમ્બોલ ‘₹’દુર કરવાનો મામલો, જાણો તેના ડિઝાઇનરની શું આવી પ્રતિક્રિયા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રિભાષી સૂત્રને લઈને તમિલનાડુ અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ડીએમકે સરકારે બજેટ માટે પોતાના લોગોમાંથી દેવનાગરી પ્રતીક ‘₹’ દૂર કરી તમિલ અક્ષર ‘ரூ’નો ઉપયોગ કર્યો. જોકે, મજાની વાત એ છે કે તેમણે જે પ્રતીક દૂર કર્યું હતું તે ખરેખર તમિલનાડુના એક વ્યક્તિ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે તે વ્યક્તિ પોતે ડીએમકે પાર્ટીનો છે.

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે

ડી. ઉદય કુમાર, જે હાલમાં IIT ગુવાહાટીમાં પ્રોફેસર છે, તેમણે રૂપિયાનું પ્રતીક ડિઝાઇન કર્યું હતું. તેમના પિતા તમિલનાડુમાં ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા. હવે જ્યારે ઉદય કુમારને સ્ટાલિન સરકારના આ નિર્ણય પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે આ વિવાદથી પોતાને સંપૂર્ણપણે દૂર રાખ્યા અને પોતાનો અભિપ્રાય જણાવ્યો.

તેમણે કહ્યું ‘તે રાજ્ય સરકાર પર આધાર રાખે છે, ‘મારી પાસે આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી. જો સરકારને લાગે કે કોઈ ફેરફારની જરૂર છે અને તેઓ તેને પોતાની સ્ક્રિપ્ટથી બદલવા માંગે છે, તો તેઓ તે કરી શકે છે. તે રાજ્ય સરકાર પર આધાર રાખે છે. મારે આ વિશે કંઈ કહેવું નથી. તેમણે એમ પણ કહ્યું કે તે માત્ર એક સંયોગ હતો કે તમિલનાડુ અને ડીએમકે સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિએ તેને ડિઝાઇન કર્યું.

આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ

આ પ્રતીક 2010 માં અપનાવવામાં આવ્યું હતું :- રૂપિયાના આ પ્રતીકને ભારત સરકારે ૧૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ સત્તાવાર રીતે અપનાવ્યું હતું. ભારત સરકારે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં ઉદય કુમારની ડિઝાઇનને શ્રેષ્ઠ ગણવામાં આવી હતી. આ પછી તેને રૂપિયાના નવા પ્રતીક તરીકે અપનાવવામાં આવ્યું.

ઉદય કુમાર IIT બોમ્બેમાંથી અનુસ્નાતક છે :- ઉદય કુમારના પિતા એન ધર્મલિંગમ ઋષિવંદિયમ મતવિસ્તારથી ડીએમકેના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ધર્મલિંગમને ચાર બાળકો હતા. ઉદય કુમાર તેમના બીજા પુત્ર હતા. ઉદયનો જન્મ ૧૯૭૮માં ચેન્નાઈમાં થયો હતો. તેમણે અન્ના યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી આઈઆઈટી બોમ્બેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ

પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *