અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત્, હેબતપુર, બાવળામાં અકસ્માતની ઘટનામાં 2ના મોત

અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શહેરમાં હેબતપુર અને બાવળામાં ગંભીર અકસ્માત ઘટનામાં કુલ 2 લોકોના મોત નિપજ્યા અને 5 લોકોને ઇજા પંહોચી છે. આજે શહેરમાં હિંદુઓના ધાર્મિક તહેવાર મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે અને આ ઉપરાંત અમદાવાદ સ્થાપના દિવસની સાથે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે ત્યારે હેબતપુર અને બાવળામાં બનેલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

-> ટ્રકની પાછળ ઘૂસી કાર :- અમદાવાદના હેબતપુર ઓવરબ્રીજ પર અકસ્માતની ઘટનામાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. હેબતપુર ઓવરબ્રીજ ચડતા એક ચાલુ ટ્રક પાછળ આર્ટિકા ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે કાર ઘૂસી જતાં ગાડીનો કુરતો બોલાઈ ગયો હતો. આર્ટિકા ગાડી એટલી ભયંકર રીતે અથડાઈ કે ઘટનાસ્થળ પર જ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ગાડીમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજા પંહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હેબતુપર અકસ્માત મામલે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

-> ટ્રક માલિકનું મોત :- ગુજરાત હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે સાયકલ સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો છે. બાવળા રૂપાલ ચોકડી મધુવન હોટલ ખાતે બાવળાથી બગોદરા તરફ ટ્રક જઈ રહી હતી. આ દરમિયાન ટ્રક ડ્રાઇવર સાથે રહેલા ટ્રક માલીકે જમવા માટે ટ્રક રોકી હતી. અને ટ્રક માલિક રસ્તો ક્રોસ કરી સામેની બાજુ જઈ રહ્યો હતો. ત્યારે બગોદરાથી બાવળા તરફ જઈ રહેલા એકટીવાએ ટ્રક માલિકને ટક્કર મારી હતી. એકટીવા પર ત્રણ યુવકો સવાર હતા. એક્ટીવાની ટક્કર વાગતા ટ્રક માલિકનું સારવાર મળે તે પહેલાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું. જ્યારે એક્ટિવા સવાર ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય યુવકોને 108 મારફતે બાવળા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Related Posts

Ujjainમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો… Unrest 2026

Ujjainમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો, લાઠીચાર્જ: મહિલા પોલીસ અધિકારી ઘાયલ, પોલીસનો કડક બંદોબસ્ત મધ્યપ્રદેશના Ujjain માં શાહી મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. સિંહસ્થ-2028ની તૈયારીઓ અંતર્ગત રસ્તો પહોળો કરવાની કામગીરી માટે શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની કાર્યવાહી વચ્ચે સોમવારે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો થતાં પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. -> Ujjain રસ્તો પહોળો કરવાની કામગીરી વચ્ચે વિવાદ : Ujjainના અબ્દાલપુરા વિસ્તારમાં આવેલી શાહી મસ્જિદનો કેટલોક ભાગ રસ્તા પહોળો કરવાની યોજનાના દાયરામાં આવી રહ્યો છે. કંઠાલ ચોકથી ગોપાલ મંદિર સુધીનો માર્ગ આશરે 900…

Gold Rate Today In Gujarat 2026: શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

ગુજરાતમાં Goldના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું ₹1.52 લાખને પાર ગુજરાતમાં Goldના ભાવને લઈને આજે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં સતત જોવા મળી રહેલી વધઘટ વચ્ચે આજે 24 કેરેટ સોનું આશરે ₹1,52,720 પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે. સોનાનો ભાવ આટલા ઊંચા સ્તરે પહોંચતા સામાન્ય ખરીદદારો તેમજ Goldમાં રોકાણ કરનારા લોકોનું ધ્યાન ફરી એકવાર બજાર તરફ ગયું છે. ખાસ કરીને તહેવારો અને લગ્નસરાની સિઝન નજીક આવતી હોય ત્યારે સોનાના ભાવમાં થતી નાની-મોટી હિલચાલ પણ ગ્રાહકોના બજેટ પર સીધી અસર કરી શકે છે. સોનું ભારતીય પરિવારો માટે માત્ર કિંમતી ધાતુ નથી, પરંતુ પરંપરા, બચત અને રોકાણ સાથે પણ જોડાયેલું છે. ગુજરાતમાં લગ્ન, તહેવાર, ધાર્મિક પ્રસંગો અને અન્ય શુભ પ્રસંગોમાં સોનાના દાગીનાની ખરીદી કરવાની પરંપરા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *