પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ, ખનીજ વિભાગની ટીમે કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

B INDIA પાટણ :  પાટણમાં ખનીજ માફિયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને રૂપિયા 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન જપ્ત કર્યું છે.આપને જણાવી દઈએ કે, કોઈપણ જાતની લીઝની પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ સરકારની રોયલ્ટી ચોરી કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ ચાલુ છે, ત્યારે આશરે 10 લાખનો દંડ ખનીજ માફિયાઓને ફટકારવામાં આવશે. કંબોઈ ગામના વિક્રમસિંહ સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને મળતી કરોડો રૂપિયાની રકમની સીધી જ ચોરી કરવામાં આવતી હતી.

થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ હતી. ઉના તાલુકાના ખડા ગામેથી ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. 4 ટ્રેક્ટર અને 4 ટ્રોલી સહિત આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંખરવાડા, ખડા, સિમર બીચથી રોજ બેફામ દરિયાઈ રેતીની ચોરી થાય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર 4 ટ્રેક્ટર પકડીને સંતોષ માન્યો હતો.

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *