વડોદરામાં 149 કારની ચોરીનો ઉકેલ્યો ભેદ, આરોપીઓએ કરાઈ ધરપકડ

B INDIA વડોદરા : વડોદરામાં કાર ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીએ 149 ઈકો કારની ચોરી કરી છે. જેમાં પૂનાના તબીબ સહિત 3 આરોપીઓ ઝડપાયા છે,અમદાવાદ અને વડોદરામાં કારની ચોરી કરતા હોવાની વાત સામે આવી છે.ચોરીનો મુખ્ય આરોપી હરેશ માણીયા કે જે ડોકટર છે અને તે કારની ચોરીમાં સંડોવાયેલો છે. અન્ય આરોપી અરવિંદ અને તાહેર ત્રિવેદી સાથે મળી કારની ચોરી કરતા હતા. અત્યાર સુધી આરોપીઓએ 149 કાર ભંગારમાં વેચી હોવાની કબૂલાત કરી છે.

-> કાર ચોરીની ટોળકી ઝડપાઈ :- વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે કાર ચોરીની માસ્ટર ટોળકી ઝડપાઈ ગઈ છે. જેમાં 149 ઇકો કારની ચોરીનો કેસ ઉકેલાયો છે. પૂનાનો ડોકટર કારની ચોરી કરવા માટે અમદાવાદ અને વડોદરા આવતો હતો. મુખ્ય આરોપી ડોકટર BHMS છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. અમદાવાદ અને વડોદરામાં એક બે નહી પરંતું 149 ઈકો કારની ચોરીઓ કરી હતી.

તેને સ્કેપવાળાને વેંચી દઈ કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા પુનાની તબીબ સહિત ત્રણ આરોપીઓને શહેર કાઈમ બાન્યની ટીમે ઝડપી પાડયા હતા. પ્રાથમિક તપાસમાં આ ત્રિપુટીએ વડોદરામાં ત્રણ સ્થળે કારની ચોરી કરી હોવાની વિગતો મળી હતી. પોલીસે તેઓની પાસેથી ચોરી કરેલી બે કાર કબજે કરી તેઓને કારેલીબાગ પોલીસને હવાલે કર્યા છે આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય જિલ્લામાં ચોરી કરી છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે,સાથે સાથે જે કાર ભંગારવામાં વેચતા હતા. તે વેપારીઓને પણ બોલાવીને પૂછપરછ હાથ ધરી છે.

Related Posts

છોટા ઉદેપુર-તાપીમાં બનશે આધુનિક રબર ડેમ! ખેડૂતો માટે ખુશખબર

છોટા ઉદેપુર અને તાપીમાં રાજ્યના પ્રથમ એર-ફિલ્ડ રબર ડેમ બનશે – પાણી સંગ્રહ અને પૂર નિયંત્રણ માટે નવી પહેલ ગુજરાતમાં જળસંચય અને પૂર નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકાર…

🚨 એમ.એસ. યુનિવર્સિટીમાં B.Com પ્રવેશને લઈને મોટો વિવાદ!

એમ.એસ. યુનિવર્સિટીમાં B.Com પ્રવેશ પ્રક્રિયા વિવાદમાં – પ્રવેશમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં B.Com પ્રવેશ પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો છે. પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો સામે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *