લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરની તબિયત સુધારા પર, ચાહકોમાં આનંદની લાગણી છવાઈ

B INDIA મહેસાણા : જાણીતા કલાકાર માયાભાઈ આહીરની તબિયત સુધારા પર છે. ગઈકાલે મહેસાણાના ડાયરામાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ માયાભાઈ આહીરે આજે પોતાના ચાહકો માટે એક વીડિયો સંદેશ જારી કર્યો. આ વીડિયોમાં તેમણે કહ્યું કે હું એકદમ સ્વસ્થ છું. મારી તબિયતને લઈને ચિંતા કરશો નહીં.

-> ડાયરાના દરમિયાન તબિયત લથડી હતી :- ગઈકાલે મહેસાણાના કડી ખાતે ડાયરાના કાર્યક્રમમાં લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર ગયા હતા. કડીના ઝુલાસણ ગામની અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણને લઈને ડાયરાનું આયોજન કરાયું હતું. ડાયરાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ માયાભાઈ આહીરને અચાનક છાતીમાં દુઃખાવો થવા લાગ્યો. શરૂઆતમાં તેમણે આ સ્વાસ્થ્ય તકલીફને અવગણી અને્ સ્ટેજ પર પંહોચ્યા. ડાયરાનો આનંદ લેવા આવેલ પોતાના ચાહકો માટે જ્યારે તેમણે સ્તુતિ ગાનથી શરૂઆત કર્યા બાદ તેમનો છાતીનો દુઃખાવો વધી ગયો. ત્યાં હાજર લોકોએ વધુ રાહ ના જોતાં માયાભાઈને એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલ લઈ જવાયા. મોડી રાત્રે ડાયરાના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરની તબિયત લથડતાં તેમના ચાહકોમાં ચિતાંનું મોજું ફરી વળ્યું હતું

-> ચાહકોએ આપી શુભેચ્છા :- માયાભાઈ આહીર 33ડાયરામાં પોતાની અનોખી શૈલીથી લોકોને પેટપકડીને હસાવે તો કયારેક સમાજમાં મહિલાઓ અને યુવાનોથી લઈને તમામને ખાસ સંદેશ પણ આપતા હોય છે. તેમનો ચાહક વર્ગ બહુ મોટો છે. માયાભાઈ તેમના ચાહકો પોતાના જીવનનું ટોનિક માનતા હોય છે. એક ચાહકે લખ્યું પણ છે કે માયાભાઈ તમે તો જિંદગી જીવવા માટેનું best tonik chho તમે અમને કાયમ મોજ કરાવતા રહો છો. તમારી મોજ કાયમ રહે અને તમે હંમેશા તંદુરસ્ત રહો તેવી અમારી ઈશ્વરને પ્રાર્થના. પોતાના ચાહકોના આ જ પ્રેમને વશ થઈ તબિયત સુધરતાં હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરે ચાહકોને સંદેશ આપ્યો કે તેઓ એકદમ રેડી છે અને થોડા જ સમયમાં ફરી ડાયરામાં જોવા મળશે.

Related Posts

🚨 “ટૂર રદ કરવી પડી ભારે! ટ્રાવેલ કંપનીને ₹78,000 ચૂકવવાનો આદેશ”

ગ્રાહકને રદ થયેલી ટૂર બદલ ₹78,000 ચૂકવવાનો ટ્રાવેલ કંપનીને આદેશ – ગુજરાત ગ્રાહક પંચનો મહત્વપૂર્ણ નિર્ણય       ગુજરાત ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રાવેલ કંપનીને…

🚨 અમદાવાદમાં આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ!

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી – નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *