ચૂંટણીનાં પરિણામોને લઈને હર્ષ સંઘવીએ કહ્યું- ‘દિલ્હીવાળાએ દિલ જીતી લીધું’

B INDIA સુરત : દિલ્હીમાં જીતને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘દિલ્હીવાળાએ દિલ જીતી લીધું’. દિલ્હીવાળા હવે લાંબા વર્ષો બાદ નવી સરકાર બનાવશે.દિલ્હીના લોકોને આજે આઝાદી મળી છે. ભારતની સેના પર આરોપ અને પ્રશ્ન કરનારાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હીવાળાને હવે ડબલ એન્જીન સરકાર મળતાં અનેક ક્ષેત્રોમાં વિકાસકાર્યોને વેગ મળશે. નોંધનીય છે કે, આજે સવારથી દિલ્હી ચૂંટણીના વલણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ આગળ દેખાય છે અને આપ પાર્ટી પાછળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી.

-> સુરતમાં મિલેટ્સ મહોત્સ્વ :- સુરત મહાનગરપાલિકા અને ખેતીવાડી વિભાગ દ્વારા 8 અને 9 ફેબ્રુઆરી દરમ્યાન મિલેટ્સ મહોત્સ્વનું આયોજન હાથ ધરાયું છે. મિલેટસ મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી જ્યારે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુ મિલેટસ ઉત્પાદનોની ખરીદી માટે વનિતા વિશ્રામ ખાતે મિલેટસ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts

🚨 “ટૂર રદ કરવી પડી ભારે! ટ્રાવેલ કંપનીને ₹78,000 ચૂકવવાનો આદેશ”

ગ્રાહકને રદ થયેલી ટૂર બદલ ₹78,000 ચૂકવવાનો ટ્રાવેલ કંપનીને આદેશ – ગુજરાત ગ્રાહક પંચનો મહત્વપૂર્ણ નિર્ણય       ગુજરાત ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રાવેલ કંપનીને…

🚨 અમદાવાદમાં આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ!

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી – નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *