B INDIA મહેસાણા : મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય છે. ત્યારે તમે એવું કહો કે હું ભાજપમાં છું એટલે અધિકારીઓ તરત તમારૂ કામ કરી આપે છે. ભાજપ સરકારે આ બધાને સુખી કર્યા હોવાની વાત નીતિન પટેલે જાહેર મંચ પરથી કરી હતી.
-> ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન :- સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલ કોઈ પણ સમયે મીડિયા સમક્ષ સાચું બોલી જતા હોય છે. ત્યારે આજે નીતિન પટેલે તેમના મનની વાત કહી હતી. અને હાલમાં નીતિન પટેલ ભાજપના અગ્રણી તેમજ મહેસાણાના અગ્રણી નેતા છે. નીતિન પટેલનો કહેવાનો મતલબ એમ હતો કે,ભાજપનું નામ દઈએ તો કયાંય પણ કામ પતી જાય છે.
-> રાજકારણમાં દલાલો વધી ગયા છે : નીતિન પટેલ :- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે.