B INDIA વડોદરા : વડોદરા જિલ્લામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. 4 કન્ટેનર ભરેલો દારૂ અને બિયર જથ્થો ઝડપાયો છે. જેમાં 24 કલાકમાં 1.78 કરોડથી વધુનો દારૂ અને બિયરનો ઝથ્થો ઝડપાયો છે,કરજણ, વરણામા અને મંજુસર પોલીસની હદમા રેડ કરીને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. 4 કન્ટેનરના ચાલક અને એક ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાની હદમાંથી બાતમીના આધારે આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.માત્ર 24 કલાકમાં કુલ 1 કરોડ 78 લાખ ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.કરજણ, વરણામા અને મંજુસર પોલીસ મથકની હદમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 4 કન્ટેનરમાંથી 2,123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક અને એક કલિનરની ધરપકડ કરવામાં આવી છે.
રાત્રે ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલુ એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે.આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.