રાજકોટમાં ‘નકલી’નો રાફડો ફાટ્યો, થોરાળામાં નકલી પોલીસ બનીને તોડ કરનારો તોડબાજ ઝડપાયો

B INDIA રાજકોટ : રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. થોરાળા વિસ્તારમાં એક યુવક નકલી પોલીસનો ભોગ બન્યો છે. યુવક સ્ત્રી પાસે ઉભો હતો અને પોલીસ કેસ થશે એમ કહી 23,000 પડાવનાર સગીર સહીત એક આરોપીને થોરાળા પોલીસે ઝડપી પાડયો છે. અને પૂછપરછ કરતા અગાઉ પણ પોલીસના નામે તોડ કર્યાનો ખુલાસો થયો છે.મળતી માહિતી મુજબ ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચોટીલાના લાખણકા ગામના યુવકને નકલી પોલીસનો ભેટો થયો હતો. અને રેડલાઇટ એરિયામાં મહિલા સાથે વાત કરતો હતો. કેસ કરવાનો છે તેમ કહી ધમકાવી યુવક પાસેથી રૂ.23 હજાર લૂંટીને બે શખ્સ નાસી ગયા હતા .જેની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી આજ રોજ થોરાળા પોલીસ દ્વારા એક સગીર સહીત બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

તેમજ ગુનામાં વપરાયેલ વાહન તેમજ 23,000 રોકડ સહીત મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. રાજકોટ એસીપી વિનાયક પટેલએ જણાવ્યું હતું કે, ચોટીલાના લાખણકા ગામે રહેતા ફરિયાદીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બે અજાણ્યા શખ્સ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીના મોટોભાઇ તથા ભાભી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહે છે. ભાભીને રૈયા રોડ પરની હોસ્પિટલમાં પ્રસૂતિ અર્થે દાખલ કરવામાં આવ્યા હોય માટે તેઓ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન તા.25 જાન્યુઆરીના રોજ સાંજે હોસ્પિટલથી તેઓ ભાઇના ઘરે જવા નીકળેલ ત્યારે હોસ્પિટલ ખર્ચના રૂ.25 હજાર રોકડા સ્કૂટરની ડેકીમાં રાખ્યા હતા.

ફરિયાદી ચુનારાવાડ ચોક ભાવનગર રોડથી અમૂલ સર્કલ પાસે પહોંચતા સમયે પાછળથી સ્કૂટરમાં બે શખ્સો આવ્યા હતા અને બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તું ચુનારાવાડ ચોક પાસે મકાનની ડેલી નજીક એક સ્ત્રી પાસે ગયો હતો, તારી પાછળ આવીને અમે તને પકડ્યો છે, તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે. પોલીસ સ્ટેશન ચાલ તેમ કહીને ધમકાવતાં ફરિયાદી ગભરાઇ ગયો હતો.ફરિયાદીએ હોસ્પિટલે જવાનું છે તેવી આજીજી કરતાં બંનેએ તારા ગૂગલ પે એકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે તેમ કહેતા ફરિયાદીએ રૂ.4500 હોવાનું કહેતાં બે પૈકીના એક શખ્સે ફરિયાદી પાસેથી તેના સ્કૂટરની ચાવી લઇ લીધી હતી અને સ્કૂટરની ડેકી ખોલી હતી તેમાં રૂ.25 હજાર દેખાઇ જતાં તે શખ્સે લઇ લીધા હતા અને રૂ.2 હજાર પરત આવી રૂ.23 હજાર લઇને બંને નાસી ગયા હતા.

Related Posts

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *