ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીનું એલાન, જાણો ક્યાં દિવસે યોજાશે સેરેમની

ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીનું એલાન થઈ ગયું છે. 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં મિની વર્લ્ડ કપ તરીકે જાણીતી ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થઈ રહી છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન થયું છે.પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે આઈસીસી સાથે મળીને ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન કર્યું છે જે પ્રમાણે 16 ફેબ્રુઆરીએ લાહોરમાં ઓપનિંગ સેરેમની યોજાશે તેમાં ભાગ લેનારી 8માંથી 7 ટીમોના કેપ્ટન હાજર રહેશે જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્મા લાહોર જશે કે નહીં તે લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો દુબઈમાં રમવાનું છે.

અધ્યક્ષ મોહસિન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા ઈવેન્ટ્સની સૂચિને મંજૂરી આપી છે. પાકિસ્તાન બોર્ડ 7 ફેબ્રુઆરીએ નવીનીકરણ કરાયેલ ગદ્દાફી સ્ટેડિયમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે, જેના માટે વડા પ્રધાન શાહબાઝ શરીફને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચેમ્પિયન ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની બધી 15 મેચ 4 સ્થળોએ રમાશે. પાકિસ્તાનમાં 3 સ્થળો હશે. જ્યારે એક સ્થળ દુબઈ હશે. ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે.

Related Posts

હવે ડુંગરાળ વિસ્તારોમાં પણ લહેરાશે મોલ: તાપી જિલ્લામાં રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ. ૧૬૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તાપીના ૧૩૬ ગામો માટે રૂ. ૯૬૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-લોકાર્પણ…

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૩૬૨ કરોડના માર્ગો અને સ્ટ્રકચરના કામોને મંજૂરી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય —————- વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડતા માર્ગો તેમજ સ્ટ્રકચર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *