ગુજરાતમાં ટેકાના ભાવે તુવેરની થશે ઓનલાઈન નોંધાણી, આ તારીખે….

ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી સરકાર કામ કરી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે

રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી ખેડૂતો નિશ્ચિત થઈને તુવેર સહિતના પાકોનું મબલખ વાવેતર કરી શકે છે.

Related Posts

ગુજરાત શિક્ષણ વિભાગે જાહેર કર્યા શ્રેષ્ઠ શિક્ષકોના નામ, રાજ્યના 40 શિક્ષકોનું થશે સન્માન

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટેના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ માટે રાજ્યના 40 પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનારા આ શિક્ષકોને રાજ્ય કક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનમાંથી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ થયેલી ચકાસણી અને સમિતિની ભલામણ બાદ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ ઉમેદવારોની કામગીરીનું મૂલ્યાંકન કરીને અંતિમ પસંદગી કરી હોવાનું જણાવાયું છે. ચારેય ઝોનમાંથી પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં શિક્ષકોની શૈક્ષણિક કામગીરી ઉપરાંત વિદ્યાર્થીઓના પરિણામો, નવીન પ્રવૃત્તિઓ, શાળાના વિકાસમાં યોગદાન, સામાજિક જવાબદારી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વાતંત્ર્ય દિવસ સંદેશ: ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’નો સંકલ્પ

80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પોતાના પ્રજાજોગ સંદેશમાં તેમણે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના નિર્માણમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વતંત્રતા માટે બલિદાન આપનાર નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરીને તેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદીના આઠ દાયકા પૂર્ણ કરીને ભારત હવે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં દેશના ગૌરવ અને સ્વાભિમાનને જાળવીને ભારતને વિશ્વમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની જવાબદારી દરેક નાગરિકની છે. 2035 ગુજરાત માટે મહત્વનું વર્ષ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં 2035ના વર્ષને ગુજરાત માટે વિશેષ ગણાવ્યું હતું. 2047માં ભારતની આઝાદીની શતાબ્દી ઉજવાશે, તે પહેલાં 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *