વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ, AAPને વોટ આપવા કરી લોકોને અપીલ

આસામની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટી અપીલ કરી છે. બદરુદ્દીન અજમલે ધર્મનિરપેક્ષ લોકોને આમ આદમી પાર્ટીને જીત અપાવવા અપીલ કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બદરુદ્દીન અજમલે કહ્યું, “હું દિલ્હીના તમામ ધર્મનિરપેક્ષ મતદારોને વિનંતી કરું છું કે કૃપા કરીને તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો કારણ કે દેશની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે. તેથી તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો, અને આમ આદમી પાર્ટીને મોટી સંખ્યામાં મત આપો.

-> લોકોએ અરવિંદ કેજરીવાલના કામની ખૂબ પ્રશંસા કરી છે – અજમલ :- તેમણે વધુમાં કહ્યું, “અરવિંદ કેજરીવાલને ફરીથી સરકાર બનાવવાની તક આપો. લોકોએ તેમના ભૂતકાળના કામની ખૂબ પ્રશંસા કરી છે. લોકોએ તેમને બે વાર ચૂંટ્યા છે અને આ વખતે પણ તેમને જીતાડો. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બને અને તમારું કામ કરે.” એ મારી વિનંતી છે.”

-> હનુમાન બેનીવાલે પણ ટેકો આપ્યો છે :- અગાઉ, રાજસ્થાન રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ હનુમાન બેનીવાલે દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો છે.

-> અખિલેશ યાદવ અને મમતા બેનર્જીએ પણ ટેકો આપ્યો છે :- આ ઉપરાંત, ઇન્ડિયા ગઠબંધનનો ભાગ રહેલા શિવસેના (UBT), સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ટેકો આપવાની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જી સાથે મળીને કહ્યું છે કે તેઓ દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને ટેકો આપશે.

Related Posts

કિરેન રિજિજુ : સંસદમાં તમામ મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર, વિપક્ષ હંગામો ન કરે: કિરેન રિજિજુનું મોટું નિવેદન Constructive Debate

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર સંસદમાં તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષે હંગામો કર્યા વિના સંસદીય પ્રક્રિયામાં સહકાર આપવો જોઈએ. સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંસદમાં દેશના મહત્વપૂર્ણ અને જનહિત સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. જોકે, ચર્ચા માટે સંસદનું કામકાજ શાંતિપૂર્ણ રીતે ચાલવું જરૂરી છે અને વિપક્ષે હંગામો કરીને કાર્યવાહી ખોરવવી ન જોઈએ. કિરેન રિજિજુના નિવેદનથી ફરી એકવાર સંસદની કાર્યવાહી, સરકાર અને વિપક્ષ વચ્ચેના સંવાદ તથા સંસદીય લોકશાહીમાં ચર્ચાની ભૂમિકા અંગે ચર્ચા શરૂ થઈ છે. સરકારનું કહેવું છે કે સંસદ એ…

Engineering Marvel On Tapi River 2026: સિંચાઈથી લઈને વીજ ઉત્પાદન સુધી Dynamic Progress

River ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. જાણો ઉકાઈ ડેમનો ઇતિહાસ, જળસંગ્રહ ક્ષમતા, સિંચાઈ વિસ્તાર, વીજ ઉત્પાદન અને પીવાના પાણીમાં તેનું મહત્વ. ગુજરાતની સ્થાપના પહેલાંથી જ રાજ્યના જળસંચય અને સિંચાઈ વિકાસ માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અંગે આયોજન શરૂ થઈ ગયું હતું. વર્ષ 1949થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. આજે દાયકાઓ બાદ પણ ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના દક્ષિણ ગુજરાત માટે માત્ર એક જળાશય કે ડેમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સિંચાઈ, વીજ ઉત્પાદન, પીવાના પાણી, ઔદ્યોગિક જળ પુરવઠો અને પૂર નિયંત્રણ સહિત અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામ પાસે આવેલી આ યોજના રાજ્યની જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે. ખાસ કરીને સુરત,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *