સુરતમાં લૂંટેરી દુલ્હન સકંજામાં, પોલીસે મુરતિયાઓને છેતરી ગયેલી લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી

B INDIA સુરત : સુરતમાં લૂંટેરી દુલ્હન પોલીસ સકંજામાં આવી ગઈ છે. રાજપીપળા, પંચમહાલમાં મુરતિયાઓને છેતરી ગયેલી લૂંટેરી દુલ્હનને પોલીસે સુરતથી ઝડપી પાડી છે. આ લૂંટેરી દુલ્હન વિવિધ શહેરોમાં વિવિધ નામોની ઓળખ જેમકે, ચંદ્રિકા, પૂજા, પદ્મા સહિતના 6 નામ ધારણ કરીને મુરતિયાઓને છેતરવા મોટો પ્લાન બનાવીને છેતરપિંડી આચરી છે. સાગરિત વિપુલ 40 હજારનું કમિશન લેતો હતો. સગાઈ કે લગ્ન કર્યા બાદ બીજા દિવસે લૂંટેરી દુલ્હન ભાગી જતી હોય છે. મુરતિયાઓ પાસેથી લૂંટેરી દુલ્હન 2.46 લાખ પડાવીને ફરાર થઇ હતી. મુરતિયાઓને છેતરી ગયેલી લૂંટેરી દુલ્હન આખરે પોલીસના સકંજામાં આવી ગઇ છે.

-> લૂંટેરી દુલ્હનનો શું છે સમગ્ર મામલો? :- રાજપીપળાની બે લૂંટેરી દુલ્હને જોડી બનાવી વરાછાના બે લગ્ન ઈચ્છુક યુવાનોને લૂંટી ગયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અત્યાર સુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે લોકોને છેતરતી હતી, ત્યારે હવે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો બહાર આવતા મામલો ગંભીર બન્યો છે. વરાછા રિદ્ધિ પેલેસમાં રહેતા હિંમત ગોરધન વોરા તેમના 22 વર્ષીય પુત્ર રોમિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા, ત્યારે તેમને મિત્ર રવજી રૂપારેલીયાને માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા. રવજીભાઇ પણ તેમના પુત્ર અતુલ માટે કન્યા શોધી રહ્યા હતા. સમાજમાં કન્યા નહીં મળતી હોઈ આ બંને અન્ય જ્ઞાતિ કે સમાજમાંથી પણ કન્યા મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા.

કાપોદ્રા બજરંગનગરમાં રહેતા વિપુલ કાનજી મહેતા કન્યા શોધી લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું. 7 ઓગસ્ટે રવજીભાઈએ વિપુલ મહારાજ ચોકસી બજારમાં યુવતીઓની ડિટેઈલ્સ લઈને બોલાવ્યા હતા. અહીં હિંમતભાઈ તેમને ઓળખી ગયા હતા. વિપુલભાઈ જ્યાં રહે છે તે બજરંગનગરમાં જ વર્ષો સુધી રહેતા હોઈ તેઓ એકબીજાથી સારી રીતે પરિચિત હતા. વિપુલભાઈએ આ બંને પ્રૌઢોના પુત્ર માટે રાજપીપળાની બે કન્યાઓની ડિટેઇલ્સ સાથે તેમના ફોટો બતાવ્યા હતા. અતુલ રૂપાવટિયાને કુંતા પસંદ આવી હતી. જ્યારે પદમા નામની યુવતીને મહેશ પસંદ આવતા લગ્નની વાત આગળ વધારવાનું નક્કી થયું હતું.

વિપુલ મહારાજે રાજપીપળાના વાવડી ગામના સંજય પ્રવીણ ગાબાણીની મુલાકાત કરાવી હતી. સંજય ગાબાણી 8 ઓગસ્ટે બંને પ્રૌઢ તથા અતુલને 8 ઓગસ્ટે રાજપીપળાના બામલા ગામે લઈ ગયા હતા. અહીં કુંતા નામની યુવતી તેના માતા, ભાઈ સાથે મુલાકાત કરાવી હતી. છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય લગ્નનો અને જમણવારનો ખર્ચ યુવકના પરિવારે ભોગવવાનો રહેશે તેમ કરી 1.50 લાખ રૂપિયામાં સોદો થયો હતો. વિપુલ મહારાજને તેમાંથી 20,000નું કમિશન ચૂકવવાનું નક્કી થયું હતું અને 10મી ઓગસ્ટે અતુલ અને કુંતાની સગાઈ કરી દેવાઈ હતી. રાજપીપળાના ભીમપોરની પદમા નામની યુવતીને 13મી ઓગસ્ટે સુરત બોલાવી સગાઈ નક્કી કરાઈ હતી. તેમને પણ લગ્ન માટે 1.50 લાખ ચૂકવવાનું નક્કી કરાયું હતું.

રોમિલની સગાઇ કરી તેમની પાસેથી રોકડા 80,000 ઉપરાંત દાગીનાં-કપડાં સહિત 99,300 રૂપિયા પડાવી લેવાયા હતા. જ્યારે અતુલ અને કુંતાના 18મી ઓગસ્ટે ફૂલહાર કરી લગ્ન કરી દેવાયા હતા. લગ્ન સાથે આ પરિવાર પાસેથી રોકડા 1.20 લાખ અને દાગીના-કપડાં સહિત 1.47 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. યુવતી બે દિવસ યુવકના ઘરે રહી હતી. બાદમાં આણા માટે તેનો પરિવાર લઈ ગયા બાદ યુવતી પરત ફરી જ ન હતી. યુવતીના વતન રાજપીપળાના ભીમપોર ગામે જતાં આ યુવતીઓ અને સંજય ગાબાણી લગ્નનું નાટક કરી લોકોને ખંખેરતાં હોવાનું બહાર આવ્યું હતું. તેમણે આ રીતે ભૂતકાળમાં પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાં મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો.

Related Posts

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં… Struggle 2026

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં: વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર હોબાળો, ગુજરાત સરકાર હાય… હાય…ના નારા Gandhinagarમાં ટેક્સી અને રિક્ષાચાલક યુનિયનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી બહાર એકત્ર થયેલા ચાલકોએ પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ‘ગુજરાત સરકાર હાય… હાય…’ના નારા લગાવવામાં આવતા કચેરી બહારનો માહોલ ગરમાયો હતો. રિક્ષા અને ટેક્સી ચાલકો લાંબા સમયથી ભાડા, CNGના વધતા ખર્ચ, એપ આધારિત પરિવહન સેવાઓ અને ડ્રાઇવરોને મળતા વળતર સહિતના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તાજેતરના અહેવાલોમાં પણ યુનિયનો દ્વારા વાહન વ્યવહાર વિભાગ સમક્ષ આ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. -> Gandhinagar : વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર વિરોધ :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *