B INDIA અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે ખ્યાતિ હોસ્પિટલ ચેરમેન કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે અનેક મુદ્દાઓની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલને 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે
આરોપી કાર્તિક પટેલના વકીલે બચાવ કરતા કહ્યું હતું કે, રિમાન્ડના કોઇ પણ મુદ્દાઓ થકી પોલીસ કસ્ટડીની જરૂર નથી. રિમાન્ડ કન્ફેશનલ સ્ટેટમેન્ટ કહેવાય નહીં, ગુનો બન્યો ત્યારે કાર્તિક પટેલ અહીં હાજર નહતા. આ ઘટનાનું દુ:ખ અમને પણ છે.’ એક વ્યક્તિ પાસે PMJAY કાર્ડ પણ નહોતું અને અમે તેને ટ્રીટમેન્ટ આપી હતી.
વધુમાં વકીલે બચાવ કરતા કહ્યું હતું કે, નાના ગામડાઓના લોકો માટે આ કેમ્પ થયા અને યોજના પણ એવું જ કહે છે એટલે કેમ્પ કરવામાં આવ્યા હતા. અમે તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છીએ અને અમારા તો બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરેલા છે.