B india વડોદરા : વડોદરાનાં કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસનો પર્દાફાશ કર્યો છે. નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી રૂપિયાની માગ કરી હતી. પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે.
-> યુવકનું કરાયું હતું અપહરણ :- નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી અને યુવકનું અપહરણ કર્યુ હતું. આશિક મુલ્લાનું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. કપુરાઈ પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડયા હતા.
જેમાં જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ખોટા કેસમાં તને ફસાવી દઈશું તેમ કહીને ધમકી આપી હતી અને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ઝડપાયેલ તમામ આરોપીઓની ઉંમર નાની છે અને તેઓ નકલી પોલીસ બન્યા હતા.પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે, અગાઉ કોઈ પાસેથી આવી રીતે રૂપિયાની માંગણી તો નથી કરીને. પોલીસે આરોપીના રિમાન્ડ પણ માંગ્યા છે. અને તમામના મોબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.