હવે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રાયલ રન સફળ, અહીં જાણો ખાસિયત…

B india અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો છે. હવે ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. આ ટ્રેનની ટ્રાયલ રન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરવામાં આવી હતી, જેણે 6 કલાક 21 મિનિટમાં મુસાફરી પૂરી કરી હતી. ટ્રેન સરેરાશ 130 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. બુધવારે આ ટ્રેન અમદાવાદથી સવારે 7:30 વાગ્યે ઉપડી અને બપોરે 1:50 વાગ્યે મુંબઈ પહોંચી હતી.

Vande Bharat Sleeper Is Ready! How Is Indian Railways' New Train Better  Than Rajdhani Express? Top 10 Things Passengers Will Love

આ ટ્રેન મુંબઈથી બપોરે 2:45 વાગ્યે ઉપડી અને રાત્રે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. રાજસ્થાનમાં ટ્રાયલ રન કર્યા બાદ તેનું અમદાવાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે, ટ્રેનને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં પરત મોકલવામાં આવી હતી, જ્યાં RDSO ની સૂચનાઓ અનુસાર ફેરફારો કરવામાં આવશે.ટ્રાયલ દરમિયાન ઓપરેટિંગ, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ, સિગ્નલ, ટેલિકોમ્યુનિકેશન અને મિકેનિકલ વિભાગના અધિકારીઓ સામેલ હતા. અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ, પેસેન્જર સુવિધાઓ અને ટ્રેનના કોચની સુરક્ષા પ્રણાલીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

Vande Bharat sleeper train trial run completed, Indian Railways to decide  on final route and schedule next – All you need to know - Railways News |  The Financial Express

-> વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયત :- અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો, આ ટ્રેનમાં 16 કોચ છે. તેમનું ઈન્ટિરિયર આકર્ષક છે. ટ્રેનમાં એક ફર્સ્ટ એસી કોચ, અને 4 સેકન્ડ એસી કોચ છે. ફર્સ્ટ એસી કોચમાં 24 સ્લીપર્સ છે. સેકન્ડ એસી કોચમાં 48 સ્લીપર્સ, થર્ડ એસીના કુલ 11 કોચ છે. દરેક કોચમાં 3 શૌચાલય, 1 કોચમાં સ્નાન કરવાની પણ સુવિધા રાખવામાં આવી છે. ટ્રેનમાં સીટ નંબર અને માહિતી બ્રેઇલ લીપીમાં પણ ઉપલબ્ધ છે. દિવ્યાંગો માટે વ્હિલચેર સાથે ત્યાં પહોંચી શકાય તેવા વિશેષ શૌચાલય બનાવવામાં આવ્યું છે. એલાર્મ સિસ્ટમ અને સુરક્ષા માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button