રાજયમાં કડકડાતી ઠંડીનો ચમકારો, અહીં જાણો તમારા શહેરમાં કેટલા ડિગ્રી છે તાપમાન

રાજયમાં કડકડાતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજયમાં હજી પણ ઠંડીનો ચમકારો રહેશે અને પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે અને પવનો પણ ફૂંકાશે.પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

-> ક્યાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.7 ડિગ્રી,અમરેલી 13.8 ડિગ્રી,કંડલામાં 9.5 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી,રાજકોટ10.7 ડિગ્રી, ભુજ11.4 ડિગ્રી,વલ્લભવિદ્યાનગર14.3 ડિગ્રી,કેશોદ11.5 ડિગ્રી,દ્વારકા14.6 ડિગ્રી,પોરબંદર 14 ડિગ્રી, વડોદરા15.8 ડિગ્રી,સુરત18.8 ડિગ્રી,ઓખા 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *