B india અમદાવાદ :- અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ફરાર રહેનાર ખ્યાતિકાંડનો મૂખ્ય સૂત્રધાર અને ખ્યાતિ હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. આ સમય દરમિયાન ગત મોદી રાત્રે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે.મહત્વનું છે કે, કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. હેલ્થ, એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે કાર્તિક પટેલ સંકળાયેલો છે.
છેલ્લા અનેક માસથી કાર્તિક પટેલ ફરાર હતો. ખ્યાતિકાંડની ઘટના સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો. ઓસ્ટ્રેલિયાથી દૂબઈ ભાગી ગયો હતો. પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન હોવાના કારણે કાર્તિક પટેલ ખ્યાતિકાંડ થયો. ત્યારે ઓસ્ટ્રેલિયમાં વેકેશન માણી રહ્યો હતો.આ સમગ્ર કાંડ થતા પોલીસે કાર્તિક પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. કાર્તિક સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જો કે, કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી પૈકી માંથી એક આરોપી કાર્તિક પટેલ છે.ઉલ્લેખનિય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો. આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તેના દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા. પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.