બોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક છે સૈફ અલી ખાન, જાણો છોટે નવાબ પાસે છે કેટલી સંપતિ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ઘરમાં ઘુસેલા ચોરોએ સૈફ પર હુમલો કર્યા બાદ હાલ સૈફ ખતરાની બહાર છે, પરંતુ આ ઘટના બાદ સૈફ સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં છે.. ચર્ચામાં એ સવાલ પણ છે કે સૈફ પાસે કુલ કેટલી સંપતિ છે. સૈફ બોલિવૂડનો ‘છોટે નવાબ’ છે. સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે. એટલા માટે તેમને બોલિવૂડમાં છોટે નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. સૈફે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’થી કરી હતી. પરંતુ તેને તેની ખરી ઓળખ ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મો પછી મળી. અત્યાર સુધી તેમણે ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે તેમનું નામ બોલિવૂડના સૌથી ધનિક કલાકારોની યાદીમાં પણ સામેલ છે. સૈફ પાસે પૂર્વજોની સંપત્તિ હોવા ઉપરાંત, તેમણે પોતે પણ ઘણી સંપત્તિ કમાઈ છે.

-> સૈફ અલી ખાનની કુલ સંપત્તિ કેટલી છે? :- સૈફનો આખો પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. તેમની માતા શર્મિલા ટાગોર તેમના સમયની જાણીતી અભિનેત્રી હતી. બહેન સોહા અને તેમના પતિ કુણાલ ખેમુ પણ ફિલ્મ ઉદ્યોગમાં મોટા નામ છે. સૈફની પુત્રી સારા અલી ખાન અને તેની પત્ની કરીના કપૂરે પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. સૈફની જીવનશૈલી કોઈ રાજાથી ઓછી નથી. સૈફ અલી ખાનની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તેમની કુલ સંપત્તિ 150 મિલિયન ડોલર એટલે કે લગભગ 1120 કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંપત્તિમાં 70 ટકાનો વધારો થયો છે. સૈફ અલીને મોંઘી ગાડીઓનો શોખ છે.

ફિલ્મો ઉપરાંત, સૈફ અલી ખાન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને વ્યક્તિગત રોકાણોમાંથી સારી કમાણી કરે છે. તેમની માસિક આવક 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.આ અભિનેતા વાર્ષિક 30 કરોડ રૂપિયાથી વધુ કમાય છે. સૈફે ઘણી વૈભવી જગ્યાઓ પર મિલકત પણ ખરીદી છે. સૈફના બાંદ્રા બંગલાની કિંમત કરોડોમાં છે. સૈફના બે બંગલા ઑસ્ટ્રિયન આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. સૈફ પાસે મુંબઈમાં ગ્રાન્ડ રેસિડેન્સી હોટેલ પાસે ટર્નર રોડ પર એક લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે, જ્યાં તે કરીના અને તેના બાળકો સાથે રહે છે. એટલું જ નહીં, સૈફને ગાડીઓનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે ઓડી, બીએમડબ્લ્યુ 7 સિરીઝ, લેક્સસ 470, મસ્ટાંગ, રેન્જ રોવર અને લેન્ડ ક્રુઝર જેવી મોંઘી લક્ઝરી કાર છે.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *