ઉત્તરાયણના દિવસે 4,947 ઇમરજન્સી કોલ મળ્યા, ગત વર્ષની સરખામણીમાં 345 વધુ નોંધાયા

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો. મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે.

ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારોમાં વધારો થયો છે. 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા હતા જેને લઇને સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. OPDમાં 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. અમદાવાદમાં 37 લોકોને દોરીથી ઇજાઓ પહોંચી હતી, જેમાં 34 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કર્યા છે. જ્યારે દર્દીને 4 એડમિટ કરવાની ફરજ પડી હતી. રાજ્યમાં 143 લોકો દોરીથી ઇજાગ્રસ્ત થયા છે. ધાબા પરથી પડવાના 10થી વધુ કેસ નોંધાયા છે.

-> જિલ્લા પ્રમાણે ઈમરજન્સી કોલની વિગતો :- અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 320, રાજકોટમાં 235, વડોદરામાં 234, ભાવનગરમાં 157, પંચમહાલમાં 134, દાહોદમાં 130, ગાંધીનગરમાં 118, વલસાડમાં 113 અને જામનગર જિલ્લામાંથી 108ની ટીમે 104 ઈમરજન્સી કૉલ રિસીવ કર્યાં છે. આખા દિવસ દરમિયાન ટૂ-વ્હીલર અકસ્માતના 585 અને ફૉર વ્હીલર અકસ્માતના 172 કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ અનુક્રમે 87 અને 34 કૉલ નોંધાયા છે.

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button