રાજયમાં વાસી ઉત્તરાયણ પર્વેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 15 જાન્યુઆરીના રોજ સારો પવન રહેશે. સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને નલિયાનું તાપમાન 6.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને આવતીકાલથી ઠંડીથી આંશિક રાહત મળશે.
-> ક્યાં કેટલું તાપમાન ? :- પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 15.1 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી,નલિયામાં 6.8 ડિગ્રી, ડીસામાં 13.2 ડિગ્રી,વડોદરામાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 13.1 ડિગ્રી,પોરબંદરમાં 15.3 ડિગ્રી, કેશોદમાં 13.3 ડીગ્રી,મહુવામાં 16.1 ડિગ્રી તાપમાન રહેશે.
બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.