ક્રિકેટર સાથે દિલ્હી એરપોર્ટ પર થયું ગેરવર્તન, જાણો શું છે મામલો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની સાથે દિલ્હી એરપોર્ટ પર ગેરવર્તૂણ થઈ છે.દિલ્હી એરપોર્ટ પર ડાબા હાથના ભારતીય ઓપનર સાથે જે પણ થયું તે તેણે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. અભિષેક શર્મા ઈન્ડિગો અને તેના સ્ટાફ સાથે આ સમગ્ર ઘટના જોડાયેલી છે. તેણે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર સ્ટાફ મેમ્બરના ગેરવર્તણૂકને કારણે તેની ફ્લાઈટ પણ ચુકાઈ ગઈ હતી.અભિષેક પોતાની રજા પર ક્યાંક જઈ રહ્યો હતો અને સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો, પરંતુ ઈન્ડિગોના કર્મચારીઓની બેદરકારીને કારણે અભિષેક તેની ફ્લાઈટ ચૂકી ગયો.

આ પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા ઈન્ડિગો અને તેના કર્મચારીઓ પર નિશાન સાધ્યું છે. અભિષેકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘ મને ઈન્ડિગો સાથે દિલ્હી એરપોર્ટ પર સૌથી ખરાબ અનુભવ થયો અને સ્ટાફનું વર્તન, ખાસ કરીને કાઉન્ટર મેનેજર સુષ્મિતા મિત્તલ સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું. હું સમયસર યોગ્ય કાઉન્ટર પર પહોંચ્યો, પરંતુ તેઓએ મને બિનજરૂરી રીતે બીજા કાઉન્ટર પર મોકલી દીધો. બાદમાં મને કહેવામાં આવ્યું કે ચેક-ઈન બંધ થઈ ગયું છે, જેના કારણે હું મારી ફ્લાઈટ ચૂકી ગયો.અભિષેકે આગળ લખ્યું, ‘મારી પાસે માત્ર એક દિવસની રજા હતી.

જે હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. સૌથી ખરાબ બાબત એ છે કે તેઓ કોઈ વધુ સહાયતા આપતા નથી. આ અત્યાર સુધીનો સૌથી ખરાબ એરલાઇન અનુભવ છે અને મેં ક્યારેય જોયેલું સૌથી ખરાબ સ્ટાફ મેનેજમેન્ટ છે.અભિષેક શર્માએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે પસંદગી કરવામાં આવી છે. તે આ સીરિઝમાં સંજુ સેમસનની સાથે ભારતીય ઈનિગ્સની શરુઆત કરી શકે છે. અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં સારા રન બનાવ્યા છે.

Related Posts

VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.

“રામોલમાં જમીન વિવાદ: બિલ્ડર પર હુમલો થતા ચકચાર”

અમદાવાદઃ રામોલમાં એક શખ્સ પર હુમલાની ઘટના.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા શખ્સ પર હુમલો.CTM વિસ્તારમાં બન્યો બનાવ
ભાગીદારના પુત્રએ હથોડા વડે કર્યો હુમલો.રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.પોલીસે હાથ ધરી વધુ તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *