B india સુરત :- સુરતમાં ધરણા પહેલાં જ પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. મરેલીમાં લેટરકાંડ મામલે સુરતમાં આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાનો વિરોધ રજુ કરવા પહોંચ્યા હતા. નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી માનગઢ ચોક ખાતે ધરણાં કરવાના હતા. પરંતુ આ ધરણા માટે મંજૂરી આપવામાં આવી નહોતી. જેના કારણે પોલીસે ધરણાં પહેલાં જ પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત સહિત 40થી 50 લોકોની અટકાયત કરી છે.
ઉલ્લેખનિય છે કે,અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ અમરેલીમાં ધરણા પર ઉતર્યા બાદ પારણા કર્યા અને ત્યારબાદ વચન આપ્યું હતુ કે સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી જેથી નેતાઓ ધરણા કરવા બેસે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
-> લેટરકાંડ મુદ્દે 3 પોલીસ કર્મી સસ્પેન્ડ :- અમરેલીના એસ.પી.સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી ફરજમાં બેદરકારીના કારણે કરવામાં આવી છે. આ સસ્પેંશનમાં મહિલા પોલીસકર્મી હીનાબેન મેવાડા સહિતના 3 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. હીનાબેન મેવાડા, કિશન આસોદરીયા અને વરજાંગ મૂળયાસીયા નામના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેંશન મામલે અમરેલીના જિલ્લા પોલીસ વડાએ પણ સંલગ્ન કર્મચારીઓની નિષ્કાળજીના લીધે કાર્યવાહી શરૂ કરી છે.