B INDIA નલિયા :- ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે. ઉત્તર પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની ઉત્તરે રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો.
-> આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્ :- પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્ રહેશે. હવામાન વિભાગે સાથે જ આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટા સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતાની આગાહી કરી છે. આજથી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની દિશા બદલાતા જ તાપમાનમાં વધારો થયો છે. લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી સુધી ઊંચું નોંધાયું છે.
-> ક્યાં કેટલું તાપમાન નોંધાયું :- નલિયાનું લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું નોંધાયું છે. મદાવાદનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ઊંચું છે. ગાંધીનગરનું લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી વધુ છે. ડીસાનું લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં 4.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી વધુ છે.ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. જેના કારણે ઠંડીમાંથી રાહત મળી છે. પરંતુ વાતાવરણમાં પલટાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. સાથે જ રાજ્યમાં પવનની ગતિ 10થી 15 કિલોમીટરની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.