B india કચ્છ :- મોબાઇલમાં રમાતી ગેમ દિવસેને દિવસે કિશોરો અને યુવાનો માટે વ્યસન બનતું જાય છે. જેણા દુષ્પરિણામના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો કચ્છમાં બન્યો છે. મોબાઈલ ગેમમાં હાર મળતા કિશોર ઝેરી દવા ઘટઘટાવીને જીવન ટૂંકાવ્યું છે. મોબાઈલ ગેમે કિશોરનો જીવ લીધો છે.
મળતી માહિતી મુજબ, કચ્છના ભુજ નજીક મોખાણા ગામમાં માતાપિતા માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોખયના ગામમાં આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષીય કિશોર કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં રોજ વિવિધ ગેમ્સ રમતો રહેતી હતો.
ગત 4 જાન્યુઆરીના રોજ મોબાઇલની કોઈ ગેમમાં હારી જતાં ઘેરા આઘાતમાં આવી ગયો હતો. જેથી કિશોર નિંદામણ બાળવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મોબાઈલ ગેમમાં હારી જતાં આવેશમાં આવી ઝેરી દવા ઘટઘટાવતા કિશોરને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં સારી પડ્યો હતો.