વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમદ અઝહર સસ્પેન્ડ, જાતીય સતામણીનો લાગ્યો હતો આરોપ

B india વડોદરા :- વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થિનીએ મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં પોતાની વ્યથા રજૂ કરી હતી. તે બાદ તાત્કાલિક અસરથી આસિ. પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. અને આ મામલે સમિતિ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરાની MS યુનિ.માં અભિયાસ કરતી વિદ્યાર્થિનીએ આસિ. પ્રોફેસર મોહમદ અઝહર પર ગંભીર આરોપો મુક્યા છે. વિદ્યાર્થિનીએ આ ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થિનીના આરોપ અનુસાર, પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવતી હતી. લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિનીને પાસ કરવા માટેનું પ્રલોભમ પણ આપ્યું હતું.

-> તાત્કાલિક ધોરણે પ્રોફેસરને કરાયો સસ્પેન્ડ :- વિદ્યાર્થિનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થિની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન્હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે પ્રોફેસરનો જવાબ લઇને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *