B india મહેસાણા :- મહેસાણાની ફેકટરીમાંથી 100 કરતા વધુ ખાતરની બોરી ઝડપાઈ છે આ ખાતર ખેરપુર-લક્ષ્મીપુરા ગામ નજીકથી ઓમ નામની ફેક્ટરીમાંથી ઝડપાયું છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-> ક્યાં કામમાં વપરાતું હતું આ સરકારી ખાતર :- મહેસાણા એલસીબીની ટીમે ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં પ્લાયવુડ-સન્માઇકા બનાવવામાં ખાતર વપરાતું હોવાની વાત સામે આવી છે. નંદાસણ પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. અને મુદ્દામાલને પોલીસ સ્ટેશન લઈ લેવામા આવ્યો છે. અને સરકારી ખાતર ફેકટરી સુધી કઈ રીતે પહોંચ્યું અને આ ઘટનામાં કોણ-કોણ સામિલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી.જે આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરી હતી. અને લક્ષ્મીપુરા સીમમાં ચાયડામાં આવેલ હોમશોપ કંપનીમાંથી પીકપ ડાલામાં ભરેલ ખાતર રૂ. 26,600ની 100 નંગ બેગ તથા પીકપ ડાલુ રૂપિયા 7,00,000 અને બે નંગ મોબાઈલ મળી રૂ. 7,36,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાર બાદ નંદાસણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.