B INDIA : કોરા ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સૌજન્યથી કોરા ગામના સરપંચન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાનો, અગ્રણીઓ અને સરપંચની આગેવાનીમાં ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ગ્રામજનો અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ મફત નિદાન આપવામાં આવ્યુ હતું. સાથે-સાથે ગામની આજુબાજુના 110 દર્દીઓએ પણ આ સેવાનો લાભ લીધો.
દર્દીઓને આ સેવામાં શારીરિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી પારુલ આયુર્વેદ હોસ્પિટલ અને કોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો.