રાજકોટના આ મેદાન પર રમાશે મેચ, ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે

B INDIA રાજકોટ :- ભારતીય મહિલા ટીમ અને આયરલેન્ડની મહિલા ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 10 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મહિલા ટીમ 2025 ની શરૂઆતમાં આયર્લેન્ડ મહિલા ટીમ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે, જેના માટે બંને ટીમોની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે.ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે.

દીપ્તિ શર્માને વાઈસકેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ આજ સુધી આયર્લેન્ડ મહિલા ટીમ સામે ક્યારેય ODI મેચ હારી નથી.આપને જણાવી દઈએ કે, આ મેચ રાજકોટમાં રમાવાની છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં 10 જાન્યુઆરીના રોજ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલી વખત મહિલા ક્રિકેટ ટીમ કોઈ ODI મેચ રમશે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અહી ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂકી છે.

રાજકોટના ચાહકો માટે તે એક રોમાંચક ક્ષણ હશે જ્યારે કોઈ મહિલા ટીમ ત્યાં પહેલીવાર ODI મેચ રમશે. વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે. રાજકોટના ચાહકો માટે તે એક રોમાંચક ક્ષણ હશેભારતીય મહિલા ટીમમાં હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગેજ, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને રિચા ધોષને તક મળી છે. તો પ્રતિકા રાવલે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. આ વખતે પણ તે મંધાનાની સાથે ઓપનિંગ કરતી જોવા મળશે.

Related Posts

અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, વિસ્તારમાં ચકચાર

અમદાવાદના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારોમાંના એક રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. જાહેર રસ્તા પર અજાણ્યા હુમલાખોરે ધારદાર હથિયાર વડે હુમલો કરીને એક…

AMC વર્લ્ડ બેંકની ₹2700 કરોડની લોન માટે મિલકતો ગિરવી મૂકશે? મોનિટાઇઝેશન સેલ સક્રિય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોના મૂલ્યાંકન (Valuation) માટે ખાનગી એજન્સીને ₹3.37 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો; ભૂતકાળમાં હુડકોની લોન માટે સ્ટેડિયમ ગિરવી મુકાયું હતું પંકજ મકવાણા, અમદાવાદ: અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *