B india અમદાવાદ : ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણ ઉપસ્થિત રહેશે.
આ તહેવાર ઉત્તર ભારતના અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ અને તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખાય છે. ઉત્તરાયણ પર્વને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા અને ભાગ લેવા માટે દેશભરના પતંગબાજોને આમંત્રિત કરવા દર વર્ષે ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ યોજવામાં આવે છે.ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ઉજવવામાં આવે છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કેવડિયા, શિવરાજપુર બીચ વગેરે શહેરોમાં કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે 47 દેશોના 143 પતંગબાજો અને ભારતના 11 રાજ્યોના 52 પતંગબાજો આ ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો પણ ભાગ લેશે. દ્વારકામાં શિવરાજપુર બીચ એક સુંદર અને શાંત બીચ છે જે તેના સ્વચ્છ પાણી જાણીતો છે. તે પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે