–>ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી :-
આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરાવી હતી. તેમની સાથે ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરા ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, આમોદ નગરપાલીકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતીના સભ્ય ચંદ્રકાન્ત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ૧૧ તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી.જેમાં આમોદ નગરજનો સહિતની આસપાસના ગામલોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આયુષ્યમાન કેમ્પમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ તેમજ ૪૬૦ થી વધુ દર્દીઓનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ જરૂરી દવાઓ આપવામાં આવી હતી.આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્રના તબિબ અધિક્ષક ડૉ.કિરણબેન મકવાણાએ જણાવ્યુ હતુ કે આજ રોજ યોજાયેલા આયુષ્યમાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ અમોને સહકાર આપ્યો હતો અને અમારી આરોગ્ય ટીમે સેવા આપી હતી.