ગુજરાતની શાળાઓ બની સતર્ક, HMPV વાયરસને લઈને બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડયા

B INDIA અમદાવાદ :- ગુજરાતમાં HMPV વાયરસને લઈને સ્કૂલો સતર્ક બની છે. સ્કૂલમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવ્યા છે. એટલુ જ નહીં HMPV વાયરસને પગલે સ્કૂલો દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અને વાલીઓને મેસેજ કરીને સૂચના અપાઈ છે તેમજ શરદી, તાવ હોય તો બાળકને સ્કૂલે ન મોકલવા એવી સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવી છે. બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે તો ડોક્ટરનો સંપર્ક કરવો તેવી પણ એડવાઈઝર જારી કરવામાં આવી છે.

HMPV વાયરસ ગુજરાત આવ્યો, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ | HMPV virus hits  Gujarat 1st case in Ahmedabad

-> HMPV વાયરસને લઈને હોસ્પિટલની તૈયારી :- વાયરસથી બચવા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરવામાં આવી છે. વાયરસને લઈને હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25 ટેસ્ટિંગ કીટ રાખવામાં આવી છે, આજે વધુ કિટ ખરીદવામાં આવશે. આ ઉપરાંત દવા અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં છે. ડોક્ટરની પણ ટીમ સ્ટેન્ડબાય છે. અત્યારે રોજ 250થી 300 બાળદર્દીઓ OPDમાં સારવાર માટે આવે છે.

-> HMPVના લક્ષણો દેખાય તો શું કરવું ? :

Reopening of Schools in Mumbai: Schools in Mumbai to remain shut until  December 31

– ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
-નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
-તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
-પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.

-> HMPVના ચેપની સ્થિતિમાં શું ના કરવું? :

Gujarat to reopen schools for classes 6-8 from September 2 | Ahmedabad News  - The Indian Express

-આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહી.
-ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
-જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

શ્વાસ સંબંધી લક્ષણોનું બારિક નિરિક્ષણ, ચીનમાં ફેલાતા HMPV વાયરસ પર ભારતમાં  એડવાઈઝરી જાહેર - Gujarati News | India on High Alert on China HMPV Virus  Outbreak India Issues ...

-> ગુજરાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે :- હાલ, ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ છે. હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા, ઉપર જણાવેલા સૂચનો અપનાવવા અને વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *