બિગ બોસ 6માં જોવા મળેલી પૂર્વ અભિનેત્રી સના ખાને ફરી એકવાર તેના ચાહકોને ખુશખબર આપી છે. તે બીજી વખત માતા બની છે અને તેણે પુત્રને જન્મ આપ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરીને પુત્રના જન્મની જાહેરાત કરી છે.
-> સનાએ સારા સમાચાર શેર કર્યા :- સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ શેર કર્યો જેમાં તેણે તેના બીજા પુત્રના જન્મના ખુશખબર આપી. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે અમારા નાના રાજકુમારના અમારા જીવનમાં આવવાના આ સુંદર સમાચાર શેર કરતા ખુશ છીએ. તારિક જમીલ હવે મોટો ભાઈ બની ગયો છે અને તે પોતાના નાના ભાઈને આવકારે છે.
સના ખાને 5 જાન્યુઆરી 2025ના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો છે. આ ઉપરાંત, સનાની યુટ્યુબ ચેનલ પરના તેના બ્લોગમાં, તેના પતિ મુફ્તી અનસ સઈદ તેમના નવજાત પુત્રને ખોળામાં પકડીને જોઈ શકાય છે. તેના ફેન્સ સોશિયલ મીડિયા પર સનાને અભિનંદન આપી રહ્યા છે.
-> લગ્ન પછી ઇન્ડસ્ટ્રી છોડી દીધી :- તમને જણાવી દઈએ કે, સના ખાન બોલિવૂડ અને મોડલિંગની દુનિયા સાથે જોડાયેલી હતી. તે બિગ બોસ 6 અને સલમાન ખાનની ફિલ્મ જય હોમાં જોવા મળી ચૂક્યો છે. આ સિવાય તે ટીવી શો કોમેડી સર્કસમાં જોવા મળી છે. સનાએ વર્ષ 2020માં મૌલવી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા અને આ સાથે તેણે શોબિઝને અલવિદા કહી દીધું.