પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ એક મુખ્ય મુદ્દો છે, જે તાજેતરના સમયમાં વધુ ઊંડો બની રહ્યો છે. પાકિસ્તાને તાજેતરમાં અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઘણા તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા. આ પછી અફઘાનિસ્તાને જવાબી કાર્યવાહીનો દાવો કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાલિબાનને લઈને કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તાલિબાનને કચડી નાખ્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી. દરમિયાન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના એક ભાગ વખાન પર કબજો કરવાની વાત ચાલી રહી છે, જેના પર તાલિબાન ગુસ્સે છે.
-> યુદ્ધને લઈને પાકિસ્તાનનો ઈતિહાસ ઘણો ખરાબ છે :- તાલિબાન નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે ભારતનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું. ટ્વીટર પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું, “આ સમયે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને આંતરિક અસ્થિરતા એટલી ખરાબ છે કે તે વખાન કોરિડોર પર કબજો કરી શકે અથવા બીજું યુદ્ધ લડી શકે તેવી સ્થિતિમાં નથી. ઈતિહાસ પાકિસ્તાનની સેનાનો યુદ્ધોમાં નબળા રેકોર્ડનો સાક્ષી રહ્યો છે. પાકિસ્તાને મોટા પાયે નુકસાન સહન કર્યુ છે.
તેમણે પાકિસ્તાનને 1971ના યુદ્ધમાં ભારત સામે હાર અને પાકિસ્તાનની આધુનિક ઇતિહાસની સૌથી મોટી શરણાગતિની યાદ અપાવી તાલિબાનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું, “1973 અને 1989માં જલાલાબાદની લડાઈ અને અફઘાનિસ્તાનની અંદર કુનાર નદીની લડાઈ બંનેમાંપાકિસ્તાનનો પરાજય થયો હતો. પાકિસ્તાનની સેનાને બાહ્ય યુદ્ધોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે.. તેની સરહદોની બહાર પાકિસ્તાન જીતી શક્યું નથી. પાકિસ્તાન
-> પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે, તેના પર કામ કરવું જોઈએ :- તાલિબાને પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે કે જો તે અફઘાનિસ્તાનના કોઈપણ ભાગમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરશે તો તે તેની મોટી ભૂલ હશે. અગાઉ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે દેશના રાજકીય અને સૈન્ય હિસ્સેદારોને એક થવાની અપીલ કરી હતી અને દેશમાં વધી રહેલા સુરક્ષા સંકટનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.